'પુષ્પા'ની શ્રીવલ્લીએ આ અભિનેત્રી પાસેથી છીનવી મોટી ફિલ્મ, હવે રણબીર કપૂર સાથે કરશે રોમાન્સ

પુષ્પા ફિલ્મની શ્રીવલ્લીએ જાણીતી અભિનેત્રી પાસેથી મેગા બજેટ ફિલ્મ છીનવી લીધી છે. હવે અભિનેત્રી રશ્મિકા મંદાના રણબીર કપૂર સાથે રોમાન્સ કરશે. 
 

'પુષ્પા'ની શ્રીવલ્લીએ આ અભિનેત્રી પાસેથી છીનવી મોટી ફિલ્મ, હવે રણબીર કપૂર સાથે કરશે રોમાન્સ

નવી દિલ્હીઃ પુષ્પા ફિલ્મમાં જોવા મળેલી સીધી સાદી શ્રીવલ્લીની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકા નિભાવનાર રશ્મિકા મંદાનાની ખ્યાતી પણ વધી ગઈ છે. હવે તે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે શ્રીવલ્લીએ બોલીવુડની જાણીતી અભિનેત્રીના હાથમાંથી મોટી ફિલ્મ છીનવી લીધી છે. 

પરિણીતિ ચોપડાને કરી રિપ્લેસ
અમારી સહયોગ વેબસાઇટ Bollywoodlife અનુસાર એનિમલ ફિલ્મથી મેકર્સે પરિણીતિ ચોપડાને પહેલા બહાર કરી દીધી હતી. હવે આ ફિલ્મમાં પરિણીતિની જગ્યા રશ્મિકા મંદાનાએ લીધી છે. 

આ કારણે મેકર્સે લીધો મોટો નિર્ણય
રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે રશ્મિકા મંદાનાએ એનિમલ ફિલ્મને સાઇન કરી છે. આ ફિલ્મને લઈને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વંગાને તેવું લાગે છે કે રશ્મિકા આ ફિલ્મ માટે પરફેક્ટ છે. આ સાથે મેકર્સ ફિલ્મ માટે કોઈ ફ્રેશ ફેસ ઈચ્છે છે. 

રણબીર કપૂર સાથે શેર કરશે સ્ક્રીન
એનિમલ ફિલ્મમાં રશ્મિકા મંદાના બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂર સાથે રોમાન્ચ કરતી જોવા મળશે. ખબર છે કે રણબીર જલદી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. એનિમલ ફિલ્મમાં રણબીર અને રશ્મિકા મંદાના સિવાય અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. 

રણબીરે પૂરુ કર્યુ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ પૂરુ થઈ ગયું છે. છેલ્લા ચાર વર્ષથી આ બંને સિતારા ફિલ્મના શૂટિંગને લઈને વ્યસ્ત હતા. બ્રહ્માસ્ત્રના રેપઅપ બાદ આ બંને ફિલ્મ મેકર અને પોતાના ખાસ દોસ્ત અયાન મુખર્જીની સાથે બનારસના એક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news