Project K નહીં, આ છે પ્રભાસ-દીપિકાની ફિલ્મનું નામ, ટીઝર જોઈને તમે પણ ફ્યુચરની દુનિયામાં ખોવાઈ જશો

Kalki 2898 AD First Glimpse: ફિલ્મની પ્રથમ ઝલકમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસને ભવિષ્યની દુનિયામાં બતાવવામાં આવ્યા છે. કલ્કી 2898 AD 2024માં રિલીઝ થશે.

Project K નહીં, આ છે પ્રભાસ-દીપિકાની ફિલ્મનું નામ, ટીઝર જોઈને તમે પણ ફ્યુચરની દુનિયામાં ખોવાઈ જશો

Project K First Teaser: પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર પ્રોજેક્ટ કેની પહેલી ઝલક સામે આવી છે. ગુરુવારે, નિર્માતાઓએ સાન ડિએગો કોમિક-કોનમાં તેની પ્રથમ ઝલક બતાવીને તેનું નામ જાહેર કર્યું. આ ફિલ્મનું નામ Kalki 2898 AD રાખવામાં આવ્યું છે. ફિલ્મની પહેલી ઝલકમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસને ભવિષ્યની દુનિયામાં બતાવવામાં આવ્યા છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે જેમાં દીપિકા, અમિતાભ અને પ્રભાસને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યા છે. કલ્કી 2898 AD 2024માં રિલીઝ થશે.

આ ઈવેન્ટમાં પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી હાજર હતા. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસમાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઓફ રેડિયો એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ (SAG-AFTRA)ની ચાલી રહેલી હડતાળને કારણે દીપિકા પાદુકોણ કાર્યક્રમનો ભાગ બની શકી નથી. દીપિકા SAG-AFTRAની સભ્ય છે.

પ્રોજેક્ટ K સાન ડિએગો કોમિક-કોન (SDCC) 2023માં ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. અગાઉ, પ્રભાસ, કમલ હાસન અને રાણાની યુએસમાં છુટ્ટીઓ માનવતા ઘણી તસવીરો ઓનલાઈન સામે આવી છે. પ્રોજેક્ટ K ના ફર્સ્ટ લૂકના રિલીઝના એક દિવસ પહેલા, પ્રભાસ અમેરિકામાં એક પાર્ટીમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે ફેન્સ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news