આ મહેલમાં થશે પ્રિયંકા-નિકના લગ્ન, ચૂકવાયા છે કરોડો રૂપિયા
પ્રિયંકા ચોપરા મંગેતર નિક જોનસની સાથે એક ડિસેમ્બર લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા પોતાના લગ્ન ભારતીય પરંપરા અનુસાર, રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કરશે. ઉમેદ ભવન પોતાના શાહી અંદાજ અને રોયલ ઈતિહાસ માટે પ્રખ્યાત છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવુડમાં આ વર્ષે સેલિબ્રિટીઝ વેડિંગ માટે ખાસ રહ્યું, જ્યાં દીપિકા-રણવીરના લગ્નનો ક્રેઝ ફેન્સમાં હજી પણ યથાવત છે. ત્યાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નનું વેન્યુ ફિક્સ થયાના સમાચાર સામે આવ્યા છે. દીપિકાએ જ્યાં ઈટલીના લેક કોમોમાં સાત ફેરા લીધા હતા, ત્યાં પ્રિયંકાએ દેશમાં સૌથી મોટા રોયલ શહેરને પોતાનું વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે. ડેઈલી મેઈલમાં છપાયેલ એક સમાચાર મુજબ, પ્રિયંકા-નિક જોધપુરના ઉમેદ પેલેસમાં સાત ફેરા લેશે.
સૂત્રોની માનીએ તો, પ્રિયંકા ચોપરા મંગેતર નિક જોનસની સાથે એક ડિસેમ્બર લગ્ન કરવા જઈ રહી છે. પ્રિયંકા પોતાના લગ્ન ભારતીય પરંપરા અનુસાર, રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કરશે. ઉમેદ ભવન પોતાના શાહી અંદાજ અને રોયલ ઈતિહાસ માટે પ્રખ્યાત છે. ડેઈલી મેલ અનુસાર, આ પેલેસમાં વેડિંગ વેન્યુનું ભાડુ 60,000 ડોલર પ્રતિ નાઈટ એટલે કે 43,15,500.00 રૂપિયા છે. ઉલ્લેખીય છે કે, શુક્રવારે પ્રિયંકા ચોપરા પોતાની મા મધુ ચોપરા સાથે અહીં પહોંચી હતી.
એક દિવસ રોકાવાનું ભાડુ 66 હજાર રૂપિયા
પ્રિયંકા ચોપરાએ ઉમેદ ભવનમાં લગ્ન માટે પોતાના પરિવાર અને નજીકના લોકો માટે 65 ખાસ વિશેષ સજાવટવાળા રૂમ બુક કર્યાં છે. કહેવામાં આવે છે કે, અહીં એક રાત રોકાવાનો એક રાતનો ખર્ચ 922 ડોલર એટલે કે અંદાજે 66 હજાર રૂપિયા છે. અહીં પેલેસ અને હોટલ 52 એકરમાં ફેલાયેલું છે. જેમાં બાગ, સ્વીમિંગ પૂલ, સ્પા, મસાજ રૂમ અને યોગા રૂમ વગેરે છે. ઉમેદ ભવનના દરવાજામાં પહેલીવાર 1942માં ખોલવામાં આવ્યા છે, ત્યારથી તે લાંબા સમય સુધી તે જોદપુર રાજપરિવારનું શાહી નિવાસસ્થાન રહ્યું હતું.
મહારાણી સ્યૂટમાં રોકેશે પ્રિયંકા-નિક
ઉમેદ ભવન પેલેસ દેશનો એવો રાજમહલ છે, જેની સજાવટ અને વૈભવ લોકોને અહીં આકર્ષે છે. આ હોટલમા સૌથી ચર્ચિત રૂમ મહારાણી સ્યૂટ છે. માનવામાં આવે છે કે, પ્રિયંકા અને નિક જોનસ મહારાણી સ્યૂટમાં જ રોકાશે. 1 અને 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકના લગ્નને પગલે તમામ બુક થઈ ગયા છે. કહેવાય છે કે, નીતા અંબાણી પોતાનો 50મો જન્મદિવસ પણ આ જ મહેલમાં ઉજવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે