AIRTELનો બંપર પ્લાન, જાણો કેવી રીતે 1 વર્ષ સુધી ફ્રી મળશે આ સેવા

એરટેલે પાછલા કેટલાક વર્ષોમાં 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં બદલાવ કરી દીધો છે. આ બદલાવમાં એક્સ્ટ્રા ડેટા અને 999ની કિંમતની વાળી એક વર્ષની એમેઝોનની પ્રાઇમ મેમ્બરશીપનો પણ સમાવેશ થાય છે.

AIRTELનો બંપર પ્લાન,  જાણો કેવી રીતે 1 વર્ષ સુધી ફ્રી મળશે આ સેવા

નવી દિલ્હી: ભારતી એરટેલ (Airtel) રિલાયન્સ જીઓ(Jio)ની સરખામણીએ શાનદાર એન્ટ્રી લેવલ પોસ્ટપેડ પ્લાન લાઇને આવ્યું છે. જેમાં એક વર્ષમાં એમેઝોનની પ્રાઇમ મેમ્બરશીપ પણ ફ્રી મળી રહી છે. ટેલીકોમમાં દિગ્ગજ એરટેલ દ્વારા તેના 399 રૂપિયા વાળા પૌસ્ટપેડ પ્લાનમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવોમાં એક્સટ્રા ડેટા અને 999 રૂપિયાની કિંમત વાળું એમેઝોનનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. 

અમારી સહયોગી સાઇટ બીબીઆરના એક સમાચાર અનુસાર 399 રૂપિયાના પ્લાનમાં દર મહિને ગ્રાહકને 40 જીબી સુધી હાઇ-સ્પીડ 3G/4Gડેટા મળશે. જેમાં 200 જીબી સુધી ડેટા રોલ-ઓવર કરવાની સર્વિસ પણ આપવામાં આવશે. એરટેલ તેના એરટેલ ટીવી, વિંક મ્યુઝિકનું પણ ફ્રી સબ્સ્ક્રિપ્શનની સાથે અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે. આ સિવાય ગ્રાહકને 51 રૂપિયાનું એમેઝોનનું ગિફ્ટ પે કાર્ડ અને પહેલા 6 મહિનાના બિલ પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. 

આ પહેલા જિઓએ દિવાળી ધમાકા ઓફર પણ શરૂ કરી દીધી છે. ખાસ વાત એ છે,કે જિઓને આ પ્લાન પર યૂઝર્સને 100 ટકાનું કૈશબેકની પણ ઓફર આપવામાં આવી છે. તેનો મતલબ એનો તમે જો આ પ્લાન કરાવો તો તમને આની કિંમત અનુસાર પૂરે પૂરુ કેશબૈક મળી શકે છે. 

આવી રીતે કરો ડાઉનલોડ 
-એમેઝોન પ્રાઇમનુ સબ્સ્ક્રિપ્શન માટે અને પ્લાનને એક્ટિવ કરવા માટે અને 399 વાળા પ્લાન માટે My Airtel અથવા Airtel TV એપ ડાઉનલોડ કરવી પડશે
-આ એપમાં તમને એક  Amazon Prime membershipનું એક બેનર જોવા મળશે.
-જો તમારી પાસે પહેલાથી જ એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ છે. તો તમારે આ મેમ્બરશીપ પૂર્ણ થવાની રાહ જોવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news