Alaya F ના રિલેશનશિપ પર પૂજા બેદીએ તોડ્યું મૌન, વર્જિનિટી પર કહી આ વાત

પૂજા બેદીની (Pooja Bedi) પુત્રી એક્ટ્રેસ અલાયા ફર્નીચરવાલા (Alaya F) તાજેતરમાં તેના રિલેશનશિપને લઇને ખુબજ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે, અલાયા (Alaya) શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેના (Bal Thakery) પૌત્ર એશ્વર્ય ઠાકરેની (Aaishvary Thakery) સાથે રિલેશનશિપમાં છે

Alaya F ના રિલેશનશિપ પર પૂજા બેદીએ તોડ્યું મૌન, વર્જિનિટી પર કહી આ વાત

મુંબઇ: પૂજા બેદીની (Pooja Bedi) પુત્રી એક્ટ્રેસ અલાયા ફર્નીચરવાલા (Alaya F) તાજેતરમાં તેના રિલેશનશિપને લઇને ખુબજ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે, અલાયા (Alaya) શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેના (Bal Thakery) પૌત્ર એશ્વર્ય ઠાકરેની (Aaishvary Thakery) સાથે રિલેશનશિપમાં છે. અલાયા ફર્નીચરવાલા અને એશ્વર્ય ઠાકરેને ઘણી વખત એક સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

હવે વસ્તુ પહેલા કરતા અલગ છે
બંનેના અફેરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અલાયાની સાથે મળીને એશ્વર્યએ તેનો 22 મો જન્મદિવસ દુબઇમાં (Dubai) ઉજવ્યો હતો. હાલમાં જ એશ્વર્ય તેની માતા સાથે જ્યાં લંચ કરવા ગયો હતો ત્યા અલાયા (Alaya) પણ પહોંચી હતી. હવે પૂજા બેદીએ (Pooja Bedi) પુત્રી અલાયાના રિલેશનશિપ પર મૌન તોડ્યું છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમના સમયમાં વસ્તુ અલગ હતી પરંતુ હવે એવું નથી.

ઇન્ડસ્ટ્રીમાં આવ્યું મોટું પરિવર્તન
પૂજા બેદીએ (Pooja Bedi) કહ્યું, 'અલ્યાની (Alaya) પર્સનલ લાઈફ અંગે હંમેશા અટકળો કરવામાં આવશે. મારા સમયમાં વસ્તુ અલગ હતી. તે સમયે બોયફ્રેન્ડ ફ્રી હોવું, વર્જિન હોવું અને અવિવાહિત હોવું જરૂરી હતું, પરંતુ આજે એવું નથી. આજે દરેક વ્યક્તિને તેની પર્સનલ લાઈફનો અધિકાર છે. આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું પરિવર્તન આવ્યું છે અને તે થયું છે કારણ કે પ્રેક્ષકોની માનસિકતા બદલાઈ ગઈ છે. હું આ માટે સોશિયલ મીડિયાનો આભાર માનું છું.

અલાયાએ સ્પષ્ટતા કરતા કહી આ વાત
જોકે, અલાયા સ્પષ્ટ કરી દીધું છે કે તે રિલેશનશિપમાં નથી. એશ્વર્ય ફક્ત તેનો મિત્ર છે અને બંને એક ડાન્સ ક્લાસિસમાં સાથે છે. અલાયાએ આ વિશે કહ્યું, 'અમારા મોમ્સ એકબીજાને ઓળખે છે, મારા દાદુ તેની માતાને જાણે છે, તેથી અમે લાંબા સમયથી એકબીજાની નજીક છીએ. માત્ર હવે એવું છે કે મીડિયામાં અમારી સાથે તસવીરો આવે છે અને અનુમાન કરવામાં આવે છે કે કંઈક છે. '

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news