ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, ગુરૂવારે થઈ શકે છે સુનાવણી
આ પહેલા બોમ્બે હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ આ મામલામાં પહેલા નોટિસ આપી ચુક્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. હવે ફિલ્મની વિરુદ્ધ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સતીષ ગાયકવાડે બોમ્બે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં 5 એપ્રિલે થનારી આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી છે. અરજીકર્તા ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સવારે 10.30 કલાકે અરજી પર જલ્દી સુનાવણીની માગ કરશે. આ પહેલા બોમ્બે હાઈકોર્ટને ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કરતા કહ્યું કે, ચૂંટણી પંચ આ મામલામાં પહેલા જ નોટિસ આપી ચુક્યું છે.
ફિલ્મનો વિરોધ તે માટે કરવામાં આવી રહ્યો છે કે, કારણ કે આ દેશમાં જનરલ ચૂંટણી દરમિયાન રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવાથી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. ફિલ્મ મતદાતાઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ પહેલા કોંગ્રેસે પણ ફિલ્મની વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મને લઈને ચૂંટણી પંચને ફરિયાદ મોકલવામાં આવી છે. દક્ષિણ રાજ્યની પાર્ટી ડીએમકેએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ફિલ્મને રોકવા માટે ધમકી આપી ચુકી છે.
તો વિપક્ષની ફિલ્મને પ્રતિબંધ કરવાની માગ પર અભિનેતા વિવેદે કહ્યું હતું કે, અમે ફિલ્મમેકર્સ છીએ અને તે વિપક્ષી પાર્ટીના રાજનેતા છે, તે પોતાનું કામ કરી રહ્યાં છે અને અમે અમારૂ કામ કરી રહ્યાં છીએ. અમે માત્ર અમારી ફિલ્મની કહાનીને યોગ્ય રીતે લોકોની સામે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મને ખ્યાલ નથી કે ભવિષ્યમાં શું થશે પરંતુ અત્યારે અમે માત્ર અમારી ફિલ્મ પર ધ્યાન આપીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે