શ્રીદેવીની ફેવરિટ સાડીની ઓનલાઇન નિલામી, બોલી પહોંચી આટલા રૂપિયા સુધી

ચેન્નાઇના ઓનલાઇન મંચ પેરિસેરાએ આ ઓનલાઇન નિલામી યોજી છે

શ્રીદેવીની ફેવરિટ સાડીની ઓનલાઇન નિલામી, બોલી પહોંચી આટલા રૂપિયા સુધી

નવી દિલ્હી : શ્રીદેવીની ફેવરિટ સાડીઓમાંથી એક એવી હાથવણાટની કોટા સાડી તેની પહેલી પુણ્યતિથિએ ઓનલાઇન નિલામી માટે મુકવામાં આવી છે. આ નિલામી પછી મળનારી રકમ સામાજિક સંસ્થાને દાનમાં આપી દેવામાં આવશે. ચેન્નાઇના ઓનલાઇન મંચ પેરિસેરાએ આપેલી માહિતી પ્રમાણે આ નિલામી પછી મળનારી રકમને ધર્માર્થ ટ્રસ્ટ કન્સર્ન ઇન્ડિયા ફાઉન્ડેશનને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફાઉન્ડેશન મહિલાઓ, બાળકો,  દિવ્યાંગો, વંચિતો તેમજ વડીલો માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસના ક્ષેત્રમાં કામ કરે છે. 

પેરિસેરા દ્વારા હાથ ધરવામાં આવેલી નિલામીમાં થોડા દિવસ પહેલાં બોલી 40 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી અને હવે આ બોલી 130,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેરિસેરાએ 20 ફેબ્રુઆરીએ એક ટ્વિટ કરીને સાડી માટે બોલી શરૂ કરી હતી. 

બોની કપૂરે દિવંગત પત્નીની ઇચ્છા પૂરી કરવા બીજું મહત્વનું પગલું લીધું છે. શ્રીદેવીની ઇચ્છા હતી કે સાઉથનો સુપરસ્ટાર અજિત તેના પતિ દ્વારા નિર્મિત ફિલ્મમાં કામ કરે. હવે બોની કપૂરે સાઉથની તેની પહેલી ફિલ્મમાં અજિતને સાઇન કરીને બોની કપૂરે દિવંગત પત્ની શ્રીદેવીની ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. બોની કપૂરે માહિતી આપી હતી કે અજિત સાથે 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં કામ કરતી વખતે શ્રીદેવીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે અજિત તેમના પ્રોડક્શનની તામિલ ફિલ્મમાં કામ કરે. અજિતે જ તામિલમાં 'પિંક'ની રિમેક બનાવવાનો વિકલ્પ આપ્યો હતો. આ ફિલ્મ 1 મેના દિવસે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news