Twinkle Khannaના જન્મદિવસ પર Akshay Kumarએ શેર કરી રોમેન્ટિક પોસ્ટ, લખી દિલની વાત
બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે તેનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ સમયે ટ્વિંકલ ખન્નાના પતિ એક્ટર અક્ષય કુમાર (Akshay Kuamr)એ સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે તેને બર્થડે વિશ કરી છે
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે તેનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ સમયે ટ્વિંકલ ખન્નાના પતિ એક્ટર અક્ષય કુમાર (Akshay Kuamr)એ સોશિયલ મીડિયા પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે તેને બર્થડે વિશ કરી છે. અક્ષયની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ સાથે અક્ષય કુમારે ટ્વિંકલની સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. ટ્વિંકલના ફેન્સ પણ તેન સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
ટ્વિંકલ માટે અક્ષયે કરી પોસ્ટ
પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કરી અક્ષય કુમારે (Akshay Kumar) પોસ્ટમાં લખ્યું, જિંદગીના નિર્ણયો પર સવાલ ઉઠાવનારું વધુ એક વર્ષ. મને ખુશી છે કે જિંદગીના આ તમામ નિર્ણયોમાં તુ મારી સાથે છો, જન્મદિવસની શુભેચ્છા ટીના. ફોટોમાં બંને પાર્કમાં સાયકલ સાથે પોઝ આપવાની સાથે હસતા દેખાઈ રહ્યાં છે. આ પોસ્ટ પર અત્યાર સુધી બે લાખથી વધારે લાઇક્સ મળી છે. ફેન્સ ટ્વિંકલ ખન્નાને સતત બર્થડે વિશ કરી રહ્યાં છે.
ટ્વિંકલ તેનો જન્મદિવસ તેના પિતાની સાથે શેર કરે છે
તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) તેનો જન્મદિવસ તેના પિતા સુપરસ્ટાર રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે શેર કરે છે. અક્ષય કુમાર (Akshay Kuamr)ના વર્કફ્રંટની વાત કરીએ તો અક્ષયે હાલમાં જ અતરંગી રે ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન અને ધનુષ જોવા મળશે. આ ઉપરાંત અક્ષયની પાસે સૂર્યવંશી, બેલ બોટમ, બચ્ચન પાંડે, રક્ષા બંધન, પૃથ્વીરાજ અને રામ સેતુ જેવી ફિલ્મ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે