Covid Vaccine News: ગુજરાત સહિત ચાર રાજ્યોમાં વેક્સિનની ડ્રાઈ રન સફળ, જલદી રસીકરણ શરૂ થવાની આશા
દેશને જાન્યુઆરી મહિનામાં સારા સમાચાર મળી શકે છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના રસીકરણને લઈને કેન્દ્ર સરકાર તૈયારીઓ પર ભાર આપી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 28 અને 29 ડિસેમ્બરે અસમ, આંધ્રપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં કોરોનાના રસીકરણ માટે ડ્રાઈ રનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
કોવિડ-19 વેક્સિનેશન માટે મશીનરીની પાયાની તૈયારીનું રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે, જેથી વાસ્તવિક વેક્સિનેશન પહેલા જરૂરી ખામીની જાણકારી મેળવી શકાય અને તેનો ઉપાય કરી શકાય. કેન્દ્રની પ્રસ્તાવિત યોજના અનુસાર વાસ્તવિક વેક્સિનેશન જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. કોવિડ-19 વેક્સિનની વિશ્વ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
The dry run for Covid-19 vaccination successfully conducted in Assam, Andhra Pradesh, Punjab, and Gujarat on 28th and 29th December 2020: Union Ministry of Health & Family Welfare pic.twitter.com/PR1KJ2QdQb
— ANI (@ANI) December 29, 2020
મહત્વનું છે કે ડ્રાઈ રન રાજ્યોમાં કોલ્ડ ચેનથી વેક્સિનેશન સાઇટ્સ સુધી વેક્સિન લઈ જવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન સાઇટ્સ પર ક્યા પ્રકારની મુશ્કેલી આવી શકે છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી હડકંપ, સંક્રમિત 6 લોકો અનેક શહેરોની મુલાકાતે ગયા હતા
વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ્રેશનની રિયલ-ટાઇમ ટ્રેકિંગ તેમાં સામેલ છે. ડ્રાઈ રનમાં કોવિન પર જરૂરી ડેટા એન્ટ્રી થશે. ઓનલાઇન પ્લેટફોર્મ પર વેક્સિન ડિલીવરી, ટેસ્ટિંગની રિસીપ્ટ અને અલોટમેન્ટ, ટીમ મેમ્બરની નિમણૂક, સાઇટ્સ પર મોક ડ્રિલ પર નજર રખાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે