It's Official : આ એક્ટર નાખશે મોદીના પેગડામાં પગ, ફિલ્મમાં બનશે PM

આ ફિલ્મનું પોસ્ટ 7 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે

It's Official : આ એક્ટર નાખશે મોદીના પેગડામાં પગ, ફિલ્મમાં બનશે PM

નવી દિલ્હી : હાલમાં બોલિવૂડમાં પોલિટીકલ બાયોપિકની બોલબાલા છે. હાલમાં વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપીક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થયું તો ચર્ચાનું માર્કેટ ગરમ થઈ ગયું. આ ફિલ્મો પછી એવી ફિલ્મની માહિતી મળી છે જે ધમાલ મચાવી દેશે. ખબર પડી છે કે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક પણ રિલીઝ થવાની છે. 

અમારી સહયોગી વેબસાઇટ બોલિવૂડ લાઇફના સમાચાર પ્રમાણે આ બાયોપિકમાં લોકોની રૂચિ જોયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર  ફિલ્મ બનવાની છે જેમાં વડાપ્રધાનનો રોલ વિવેક ઓેબેરોય ભજવવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી મિડ જાન્યુઆરીથી શરૂ થઈ જવાનું છે. આ બાયોપિકનું શૂટિંગ જાન્યુઆરી, 2019થી શરૂ થવાનું છે.  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર 7 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટાઇટલ હમણાં 'પીએમ નરેન્દ્ર મોદી' રાખવામાં આવ્યું છે. 

— taran adarsh (@taran_adarsh) January 4, 2019

આ ફિલ્મ માટે વિવેકે પોતાના લુક પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ રોલને વિવેક પોતાની કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ માને છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. ફિલ્મને 'મેરી કોમ'ના ડિરેક્ટર ઓમંગ કુમાર ડિરેક્ટર કરશે. આ ફિલ્મના અન્ય કલાકારો વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news