રામ તમામનાં ભગવાન, મંદિર બનશે તો હું પોતે ઇંટ લઇને જઇશ: ફારુક અબ્દુલ્લા

અયોધ્યા મુદ્દે વધારે એક તારીખ પડ્યા બાદ શિવસેનાએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યું કે આ મુદ્દે તારીખો જ પડતી રહેશે સરકાર અધ્યાદેશ લાવે

રામ તમામનાં ભગવાન, મંદિર બનશે તો હું પોતે ઇંટ લઇને જઇશ: ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હી : રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી તારીખ મળ્યા બાદ પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ચુકી છે. નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લાએ આ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, આ મુદ્દો વાતચીતથી જ ઉકલી જવો જોઇતો હતો. કોર્ટ સુધી જવાની જરૂર નહોતી. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામ તમામ લોકોનાં હતા, કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરવું યોગ્ય નથી. 

રામ તમામ લોકોનાં ભગવાન હતા. જે દિવસે સમાધાર થઇ જશે હું પોતે ત્યાં ઇંટ લઇને જઇશ. ફારુક અબ્દુલ્લા ઉપરાંત અનેક નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભગવાન રામ સાથે કોઇને વેર ન હોવું જોઇએ. રામ જન્મભુમિ બાબરી મસ્જીદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનવણી થઇ. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે નવી બેંચની રચના કરવા માટે કહ્યું કે, આ મુદ્દે આગાની સુનવણી હવે 10 જાન્યુઆરીએ થશે.

શિવસેનાની માંગ અધ્યાદેશ લાવે સરકાર
શિવસેના સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે આ મુદ્દે સુનવણી મહત્વની છે પરંતુ સુપ્રીમ કોર્ટની સુનવણીથી મંદિર નહી બને. તેમણે કહ્યું કે, તારીખ પર તારીખ આવશે, સુનવણી પણ થશે. જો કે અમારી માંગ હજી પણ એજ છે કે અધ્યાદેશ દ્વારા જ રામ મંદિર બનાવવામાં આવે. રાઉતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં તો ગત્ત 25 વર્ષથી કિસ્સો પડેલો છે, પછી અમે લોહી શા માટે વહેવડાવ્યું. બાબરી બાદ મુંબઇ બ્લાસ્ટ થયો જેમાં અનેક લોકોનાં મોત થયા. તેમણે કહ્યું કે, કોર્ટનાં અનેક મુદ્દાઓ આવે છે. શિવસેના સાંસદે સબરીમાલા મુદ્દાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, જે અંગે નિર્ણય આવ્યો અમિત શાહ માનવા તૈયાર નથી. એટલા માટે અમે પણ ઇચ્છીએ છીએ કે રામ મંદિર પર અધ્યાદેશ લાવવામાં આવે. 

કોંગ્રેસે કહ્યું કે, જે કોર્ટ કહેશે તેવું માનીશું
શિવસેના ઉપરાંત કોંગ્રેસે પણ રામ મંદિરનાં મુદ્દે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે, જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપશે અમને તે મંજુર નથી. 

ઇકબાલ અંસારીએ કહ્યું કે, ન આવવો જોઇએ અધ્યાદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નવી તારીખ આવ્યા બાદ બાબરી કેસનાં પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે, રામ મંદિર અંગે કેન્દ્ર સરકારે અધ્યાદેશ ન લાવવો જોઇએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ્કુ યોગ્ય કહ્યું કે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને આપણે ચુકાદાની રાહ જોવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news