નોરા-જેકલીન પછી શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી ભેરવાયા, સુકેશ સાથે મોટું કનેક્શન નીકળ્યું, થયા ચોંકાવનારા ખુલાસા

EDની પૂછપરછ દરમિયાન સુકેશે શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સાથે પોતાનું કનેક્શન હોવાની વાતને કબૂલાત કરી છે. સુકેશે EDને જણાવ્યું કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. તેણે NCB કેસમાં પણ શ્રદ્ધા કપૂરને મદદ કરી હતી.

નોરા-જેકલીન પછી શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી ભેરવાયા, સુકેશ સાથે મોટું કનેક્શન નીકળ્યું, થયા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: લાંબા સમયથી વિવાદમાં રહેલા મહાઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં એક નવો ખુલાસો થયો છે. અત્યાર સુધી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સુકેશના કેસમાં EDના રડાર હેઠળ હતા. પરંતુ હવે સુકેશ સાથેના કનેક્શનને લઈને બોલિવૂડની અન્ય અભિનેત્રીઓના નામનો પણ ખુલાસો થયો છે.

સુકેશે ખોલ્યું શ્રધ્ધા-શિલ્પાના કનેક્શનનું રહસ્ય
EDની પૂછપરછ દરમિયાન સુકેશે શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સાથે પોતાનું કનેક્શન હોવાની વાતને કબૂલાત કરી છે. સુકેશે EDને જણાવ્યું કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. તેણે NCB કેસમાં પણ શ્રદ્ધા કપૂરને મદદ કરી હતી. અહેવાલ મળી રહ્યા છે કે, શ્રદ્ધા કપૂર સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ કેસમાં ફસાયેલી હતી. એનસીબીએ આ મુદ્દે શ્રદ્ધા કપૂરને પણ પૂછપરછ માટે બોલાવી હતી.

શિલ્પા શેટ્ટીનો સુકેશે કર્યો હતો સંપર્ક 
સુકેશે દાવો કર્યો હતો કે તે અભિનેતા હરમન બાવેજાને ઓળખે છે. સુકેશના મતે, હરમન બાવેજા તેનો જૂનો મિત્ર છે. તે હરમનની આગામી ફિલ્મ કેપ્ટનનું સહ-નિર્માણ કરવાના હતા. કેપ્ટન ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. એટલું જ નહીં, સુકેશે કહ્યું કે તેણે રાજ કુન્દ્રાના લીગલ કેસને લઈને શિલ્પા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. તે જ વર્ષે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં બંધ હતા.

પૂછપરછ દરમિયાન જ્યારે EDએ શિલ્પા શેટ્ટીને તેના એસોસિએશન વિશે પૂછ્યું તો જવાબમાં સુકેશ ચંદ્રશેખરે કહ્યું- શિલ્પા મારી મિત્ર છે. રાજ કુન્દ્રાની જેલમાંથી મુક્તિની સ્થિતિ અંગે મેં શિલ્પાનો સંપર્ક કર્યો હતો. સુકેશના આ ખુલાસા બાદ શ્રદ્ધા કપૂર, હરમન બાવેજા, શિલ્પા શેટ્ટી EDના રડારમાં આવી ગયા છે.

જેકલીન-નોરા પર સુકેશના કારણે આવ્યું સંક્ટ 
જેકલીન અને નોરા પહેલાથી જ સુકેશ કેસને લઈને વિવાદોમાં છે. નોરા અને જેકલીન પર સુકેશ પાસેથી મોંઘી ભેટ લેવાનો આરોપ છે. જેકલીન સાથે સુકેશની અંગત તસવીરો વાયરલ થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. સુકેશ વતી જેકલીન સાથેના અફેરનો ખુલાસો થયો છે. જ્યારે જેક્લિને તેને ખોટું ગણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news