ખ્યાતનામ કંપનીને કોકના બદલે કોલસો પકડાવીને કરોડોનું કૌભાંડ કરનારા ઝડપાયા
શહેરની આરએસપીએલ કંપનીમાં કિંમતી કોકની જગ્યાએ કોલસો ધાબડીને કરોડોની ઉચાપત કરનારા ત્રણ આરોપીઓની દ્વારકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દ્વારકાના કુરંગા ખાતે આરએસપીએલ(ઘડી) કંપનીમાં છેલ્લા દોઠ વર્ષના ગાળા દરમિયાન કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓની મીલીભગતથી લાખોની કિંમતનું સપ્લાય કૌભાંડ આચરવામાં આવતું હોવાનું જાહેર થયું હતું. કંપનીના જ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતા.
Trending Photos
દ્વારકા : શહેરની આરએસપીએલ કંપનીમાં કિંમતી કોકની જગ્યાએ કોલસો ધાબડીને કરોડોની ઉચાપત કરનારા ત્રણ આરોપીઓની દ્વારકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દ્વારકાના કુરંગા ખાતે આરએસપીએલ(ઘડી) કંપનીમાં છેલ્લા દોઠ વર્ષના ગાળા દરમિયાન કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓની મીલીભગતથી લાખોની કિંમતનું સપ્લાય કૌભાંડ આચરવામાં આવતું હોવાનું જાહેર થયું હતું. કંપનીના જ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતા.
દ્વારકાના કુરંગા ગામે આવેલી આરએસપીએલ કંપની (ઘડી કંપની)માં જરૂરિયાત મુજબ કોલસો, કોક, મીઠું અને લાઇમસ્ટોનની ખરીદી કરવામાં આવે છે. કંપનીના આરએમએચએસ વિભાગના હેડ તરીકે કામ કરતા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, દક્ષ રામદતી તથા લેબમાં કામ કરતા ખેરાજ નારૂ ગઢવી તેમજ કવોલેટી ચેકિંગ કરતા લેબ ટેક્નિશિયન હિતેશ રામદતી દ્વારા કોક સપ્લાયરની મિલીભગતથી કંપનીએ ખરીદ કરેલા કોકની જગ્યાએ કોલસો આપીને કંપની સાથે કરોડોની ઠગાઈ કરી હતી.
ધડી કંપનીમાં કોકના બદલે કોલસો ધાબડી દઈ આશરે 25થી 30 ગાડીઓનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમ થઇ હતી. જેના પગલે કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના હેડ વિશાલ રાણા અને અભિષેક નાગેન્દ્રકુમાર દુબેએ દ્વારકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવની ફરિયાદ એલસીબી પોલીસને કરાતા પોલીસે જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, ખેરાજ નારુ જામ, વિશાલ મનુભાઈ રાણાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટ દ્વારા બે દિવસની રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે ચોથો આરોપી હિતેશગર કુંવરગર રામદતીની જલ્દી ધરપકડ થશે તેવું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે