Priyanka Chopra ને ઘરમાં બાળકોની જોઈએ છે આખી Cricket Team, માતા બનવાનું કરી રહી છે પ્લાનિંગ

અમેરિકાના પોપ સિંગર નિક જોનાસ (Nick Jonas) અને દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના (Priyanka Chopra) લગ્નને બે વર્ષ પૂરા થયા છે. સમગ્ર દુનિયામાં આ સુપરસ્ટાર કપલના ફેન્સ છે જેમને આતુરતાથી તેના પરિવારમાં ગુડન્યૂઝની રાહ જુએ છે

Priyanka Chopra ને ઘરમાં બાળકોની જોઈએ છે આખી Cricket Team, માતા બનવાનું કરી રહી છે પ્લાનિંગ

નવી દિલ્હી: અમેરિકાના પોપ સિંગર નિક જોનાસ (Nick Jonas) અને દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના (Priyanka Chopra) લગ્નને બે વર્ષ પૂરા થયા છે. સમગ્ર દુનિયામાં આ સુપરસ્ટાર કપલના ફેન્સ છે જેમને આતુરતાથી તેના પરિવારમાં ગુડન્યૂઝની રાહ જુએ છે. આ વચ્ચે નિક જોનાસે (Nick Jonas) એક મોટી ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો છે.

પરિવાર મોટો કરવાનો છે પ્લાન
નિક જોનાસે (Nick Jonas) કહ્યું કે, પત્ની અભિનેત્રી પ્રિયંકા ચોપડાની (Priyanka Chopra) સાથે એક મોટો પરિવાર કરવાની તેની યોજના છે. તેણે પ્રિયંકાને પોતાના જીવનનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો.

ઘણા બાળકો જોઈએ છે
ઇઓનલાઈન ડોટ કોમ સાથેની વાતચીતમાં બાળકો વિશે પૂછતાં નિકે કહ્યું, "આ એક સુંદર યાત્રા થવા જઈ રહી છે, અને હું ઘણા બાળકોની અપેક્ષા રાખું છું."

પ્રિયંકા છે જીવનનો મહત્વપૂર્ણ ભાગ
તેણે કહ્યું, 'તે (પ્રિયંકા) મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે સ્પષ્ટ રીતે કંઈક એવું છે જેની અમે આશા રાખીએ છીએ, અને ભગવાનની ઇચ્છાથી તે સાથે રહેશે. અમે એકબીજાને પ્રાપ્ત કરી ભાગ્યશાળી માનીએ છીએ.

પ્રિયંકાને પણ જોઇએ છે 11 બાળકો
તમને જણાવી દઈએ કે ગત મહિને સન્ડે ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં, જ્યારે પ્રિયંકા ચોપડાને (Priyanka Chopra) કેટલા બાળકો જોઈએ છે તે વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં તેણે જે કહ્યું તેનાથી તેના ચાહકો ચોંકી ગયા. 38 વર્ષની અભિનેત્રીએ કહ્યું કે તે 11 બાળકો ઇચ્છે છે અને મોટેથી હસવા લાગી. તેણે કહ્યું, હકીકતમાં, તે એક ક્રિકેટ ટીમ બનાવવા માંગે છે (Priyanka Chopra wants her own Cricket Team), જેમાં 11 લોકો હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news