Exclusive! વિક્કી કૌશલ હવે પાકિસ્તાનને ચટાડશે ધૂળ, આ તસવીર છે પુરાવો
રાઝી જેવી બ્લોકબસ્ટર પછી પછી મેઘના ગુલઝાર અને વિક્કી કૌશલ બીજીવાર સાથે કામ કરવાના છે
Trending Photos
નવી દિલ્હી : આ વર્ષની શરૂઆતમાં ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકથી આખા દેશનું દિલ જીતનાર એક્ટર વિક્કી કૌશલ હવે ફરીથી સૈનિકના રોલમાં દેખાઈ રહ્યો છે અને હવે તેનો ઇરાદો પાકિસ્તાનને ધૂળ ચટાડવાનો છે. હાલમાં વિક્કીએ આ તસવીર ટ્વિટ કરીને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે જાંબાઝ ફિલ્ડ માર્શલ માણેક શોનો રોલ કરવાનો છે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.
સામ માણેકશા ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો. સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, 1914ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું અને ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કોલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ 40 છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.
ગુલઝારની પુત્રી અને જાણીતી દિગ્દર્શિકા મેઘના ગુલઝારે તેની આગામી ફિલ્મ ‘છપાક’ પછી આ ફિલ્મ બનાવવા માટે રણવીર સિંહનો સંપર્ક સાધ્યો હોવાની ચર્ચા હતી. જોકે આ ફિલ્મ માટે હવે વિક્કી કૌશલને ફાઇનલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા કરવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે