BIG Breaking Exclusive: કરણ જોહર પર NCB એ કસ્યો ગાળિયો, NCB એ મોકલ્યું Summon

બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહરની મુશ્કેલીઓ વધી ગઇ છે. ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કરણ જોહરને સમન્સ મોકલ્યું છે.

BIG Breaking Exclusive: કરણ જોહર પર NCB એ કસ્યો ગાળિયો, NCB એ મોકલ્યું Summon

મુંબઇ: બોલીવુડના ડાયરેક્ટર કરણ જોહરની મુશ્કેલીઓ વધી ગઇ છે. ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કરણ જોહરને સમન્સ મોકલ્યું છે. જાણકારી અનુસાર એનસીબી કરણ જોહરને બોલીવુડમાં ફેલાઇ રહેલા ડ્રગ્સના જાળ વિશે મહત્વપૂર્ણ જાણકારી ઇચ્છે છે. આ અગાઉ એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. ભારતી સિંહના ઘર (બંન્ને સ્થળોએ)થી 86.5 ગ્રામ ગાંજો જપ્ત થયો હતો. ભારતીય સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંન્નેએ ગાંજાનું સેવન કરવાની વાત સ્વીકારી છે. ભારતી સિંહની એનડીપીએસ એક્ટ 1986ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Krishama Prakash), એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ (Kshitij Prasad) અને અનુભવ ચોપડા (Anubhav Chopra)ની પૂછપરછ કરી છે. 

અર્જુન રામપાલના ઘરે એનસીબીની રેડ
આ પહેલાં એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે પણ રેડ પાડી હતી અને કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તથા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યારબદ અર્જુન રામપાલ (Arjun Rampal)અને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલાને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. તો બીજી તરફ એનસીબીએ ગ્રેબ્રિએલાના ભાઇ અગિસિયાલોસને તેમના ઘરેથી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news