National film Awards : આયુષ્માન અને વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, બીજા વિજેતાઓનું નામ જાણવા કરો ક્લિક

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નેશનલ અવોર્ડ વિનર્સને અવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. આ ફંક્શનમાં પદ્માવતના બેસ્ટ મ્યુઝિક માટે સંજય લીલા ભણસાલીને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે.

National film Awards : આયુષ્માન અને વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર, બીજા વિજેતાઓનું નામ જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : આજે દિલ્હીમાં 66મો નેશનલ ફિલ્મ અવોર્ડ સમારંભ (National film Awards function) યોજવામાં આવ્યો છે. આ ફંક્શનમાં અનેક સેલિબ્રિટીઓને અવોર્ડ આપવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન પણ આ ફંક્શનમાં હાજરી આપવાના હતા પણ તાવને કારણે હાજરી નથી આપી શક્યા. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની તબિયત ઠીક નથી. ખરાબ તબિયતને કારણે દિલ્હીમાં 23મી ડિસેમ્બરમાં થનારી નેશનલ એવોર્ડ્ઝ સેરેમનીમાં અમિતાભ બચ્ચન હિસ્સો નહીં લે. અમિતાભે ટ્વીટ કર્યું છે કે તેમને તાવ આવી ગયો છે, જેના કારણે ડોક્ટરે તેમને ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપી છે. અમિતાભનું સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરવાનું હતું. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નેશનલ અવોર્ડ વિનર્સને અવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. આ ફંક્શનમાં પદ્માવતના બેસ્ટ મ્યુઝિક માટે સંજય લીલા ભણસાલીને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય બેસ્ટ એક્ટરનો અવોર્ડ આયુષ્યમાન ખુરાના અને વિક્કી કૌશલને અનુક્રમે અંધાધુન અને ઉરી માટે આપવામાં આવ્યો છે. આ ફંક્શનમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ કીર્તિ સુરેશને તેલુગુ ફિલ્મ મહંતી માટે તેમજ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ સુરેખા સિકરીને બધાઇ હો બધાઇ માટે મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

વિજેતાઓની યાદી 

  • બેસ્ટ હિન્દી ફિલ્મ : અંધાધુન
  • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ : બધાઇ હો બધાઇ
  • સોશિયલ ઇશ્યૂ બેઝ્ડ ફિલ્મ : પેડમેન
  • બેસ્ટ એક્ટર : આયુષ્યમાન ખુરાના (અંધાધુન) અને વિક્કી કૌશલ (ઉરી)
  • બેસ્ટ એક્ટ્રેસ : કીર્તિ સુરેશ (મહંતી, તેલુગુ)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર : શિવાનંદ કિરકિરે (ચુંબક)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : સુરેખા સિકરી (બધાઇ હો)
  • બેસ્ટ ડિરેક્ટર : આદિત્ય ધર (ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક)
  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર : સુધાકર રેડ્ડી યકંતી (નાલ, મરાઠી)
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર : અરિજિત સિંહ (પદ્માવત)
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર : બિંદુ માલિની
  • બેસ્ટ સોંગ : બિંતે દિલ (પદ્માવત)
  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર : સંજય લીલા ભણસાલી (પદ્માવત)
  • બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક : શાશ્વત સચેદવા (ઉરી)
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન : વિશ્વદીપ દીપક (ઉરી)
  • બેસ્ટ ફિલ્મ ક્રિટીક : બ્લે જાની અને અનંત વિજય
  • બેસ્ટ લિરિક્સ : નિતિચારમી (કન્નડ ફિલ્મ)
  • બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : 'KGF' અને 'Awe'
  • બેસ્ટ કોરિયોગ્રાફર : કૃતિ મહેશ (ઘુમર સોંગ, પદ્માવત)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news