ડ્રગ્સ કેસ: બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCB ના દરોડા

બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસમાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીએ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. 

ડ્રગ્સ કેસ: બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCB ના દરોડા

મુંબઈ: બોલીવુડના ડ્રગ્સ કનેક્શન કેસ (Drugs Case) માં અભિનેતા અર્જૂન રામપાલ (Arjun Rampal) ના ઘરે NCB એ રેડ પાડી છે. આજે સવારે એનસીબીના ઓફિસરો અર્જૂન રામપાલના ઘરે રેડ મારવા પહોંચ્યા. કહેવાય છે કે રામપાલના ઘરે એનસીબી ડ્રગ્સની શોધખોળ કરી રહી છે. તેમને તેની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. 

— ANI (@ANI) November 9, 2020

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડ્રગ્સ સાથે સંકળાયેલા હોવાની એક એક વિગતોનો ખુલાસો કરવા માંડ્યો. ગત મહિને રામપાલની ગર્લફ્રેનેડ ગ્રેબિએલાના ભાઈ Agisialos Demetriades ને NCBએ ધરપકડ કરી હતી. 

Agisialos Demetriades પાસેથી હશીશ અને Alprazolamની ટેબ્લેટ્સ મળી હતી. આ બંને ચીજો નારકોટિક્સ તરફથી પ્રતિબંધિત છે. Agisialos નું કનેક્શન Omega Godwin નામની વ્યક્તિ સાથે હોવાનું પણ કહેવાયું હતું. જે મુંબઈમાં કોકીન સપ્લાય કરવા બદલ ધરપકડ કરાયો હતો. Omega Godwin નું નામ લેતા Agisialos Demetriades ની ધરપકડ થઈ હતી. આ વાતની પુષ્ટિ ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડેએ કરી હતી. અત્રે જણાવવાનું કે રવિવારે બોલીવુડ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે એનસીબીની રેડ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news