Drugs Case: NCBની પૂછપરછમાં સામેલ થવા ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી NCBની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ છે. ત્યારે સવારે 9.48 વાગ્યે ગેસ્ટ હાઉસ પહોંચી. આ કારણે પોલીસ ડ્રગ્સ તસ્કરી મામલે દીપિકા પાદુકોણથી સવાલ જવાબ કરશે
Trending Photos
નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સંબંધિત ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી NCBની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ છે. ત્યારે સવારે 9.48 વાગ્યે ગેસ્ટ હાઉસ પહોંચી. આ કારણે પોલીસ ડ્રગ્સ તસ્કરી મામલે દીપિકા પાદુકોણથી સવાલ જવાબ કરશે.
આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: મીડિયામાં નામ સામે આવતા કરણ જોહરે તોડ્યું મોન, પાર્ટી વિશે જાણો શું કહ્યું...
જણાવી દઇએ કે, સુશાંત રાજપૂત 14 જૂનના તેના મુંબઇના ફ્લેટમાં ગળેફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો હતો. આ કેસમાં હવે ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ સીબીઆઇની સાથે જ NCBની તપાસમાં સામેલ થઇ ચુકી છે. NCB ડ્રગ્સ તસ્કરીના આરોપમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી સહિત ઘણા ડ્રગ તસ્કરોની ધરપકડ કરી ચુકી છે.
આ ડ્રગ તસ્કરોની પૂછપરછમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિત ઘણી અભિનેત્રી અને અભિનેતાઓના નામ સામે આવ્યા છે. જેમની હવે NCB એક પછી એક પૂછપરછ કરી રહી છે. NCBએ આજે દીપિકા પાદુકોણને પૂછપરછ માટે બોલાવી હતી. ત્યારબાદ દીપિકા પાદુકોણ પૂછપરછમાં સામેલ થવા માટે ગેસ્ટ હાઉસ પર પહોંચી છે. દીપિકાની ત્યાં હાશીશ નામના ડ્રગ્સ માંગવાના મામલે પૂછપરછ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે