Money Laundering: જેકલીનની ખૂબસુરતી પર ફિદા થઈને સુકેશે લૂંટાવ્યા કરોડો રૂપિયા, જાણો અભિનેત્રીનો મોટો ખુલાસો
જેક્લીન ફર્નાન્ડિઝે EDને આપેલા પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના પાછળ દિવાનો થઈ ગયો હતો, તે જેકલીનને વાત કરવા અને મળવા માટે ડિસેમ્બર 2020 થી ખોટું બોલી રહ્યો હતો, તે જેકલીનને જેલની અંદરથી સતત ફોન કરી રહ્યો હતો. પરંતુ જેક્લીને ક્યારેય તેના ફોનનો જવાબ આપ્યો ન હતો.
Trending Photos
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં 200 કરોડ રૂપિયાની ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) વિશે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. EDની ચાર્જશીટ મુજબ આરોપી સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) જેકલીનને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.
'જેકલીન પાછળ પાગલ હતો સુકેશ'
તમને જણાવી દઈએ કે જેક્લીન ફર્નાન્ડિઝે EDને આપેલા પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના પાછળ દિવાનો થઈ ગયો હતો, તે જેકલીનને વાત કરવા અને મળવા માટે ડિસેમ્બર 2020 થી ખોટું બોલી રહ્યો હતો, તે જેકલીનને જેલની અંદરથી સતત ફોન કરી રહ્યો હતો. પરંતુ જેક્લીને ક્યારેય તેના ફોનનો જવાબ આપ્યો ન હતો.
સુકેશે લખી હતી સ્ક્રિપ્ટ
ત્યારબાદ ફેબ્રુઆરી 2021 માં કોઈએ તેના મેક-અપ આર્ટિસ્ટ શાન મુઠ્ઠીલની પાસે કોઈએ ફોન કરીને પોતાની જાતને સરકારી અધિકારી ગણાવીને કહ્યું કે જેકલીનને મિસ્ટર શેખ રત્ન વેલા મળવી જ જોઈએ, તે ખૂબ જ ખાસ વ્યક્તિ છે. જે બાદ જેકલીને સુકેશનો સંપર્ક કર્યો. ત્યારબાદ સુકેશે જેકલીનને કહ્યું કે તે સન ટીવીનો માલિક હોવાની સાથે જયલલિતાની પાર્ટી (AIADMK) સાથે જોડાયેલા પરિવારનો સભ્ય છે. સુકેશે જેકલીનને એમ પણ કહ્યું કે તે તેનો મોટો ફેન છે અને તેથી તેણે સાઉથની ફિલ્મો પણ કરવી જોઈએ, કારણ કે તેની (સુકેશ) પાસે સન ટીવી સાથે ઘણા પ્રોજેક્ટ છે.
જેકલિનના ભાઈ બહેનને ફંડિગ
પછી સુકેશ સતત પોતાના મોબાઈલ નંબર +17242765... થી વોટ્સએપ કોલ મારફતે ફેબ્રુઆરીથી સંપર્કમાં રહેવા લાગ્યો, સુકેશએ અમેરિકામાં રહેતી જેકલીનની બેન ગરેલ્દિને ફર્નાન્ડીઝના એકાઉન્ટમાં 1,50,000 અમેરિકી ડોલર એટલે કે એક કરોડથી વધારે રકમ લોન તરીકે ટ્રાન્સફર કરી હતી. સુકેશએ ઓસ્ટ્રેલિયાના રહેવાસી જેકલીનના ભાઈ વારેન ફર્નાન્ડીઝના એકાઉન્ટમાં પણ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જેકલીન પર ફિદા સુકેશએ આપી મોંઘી ગીફ્ટ
સુકેશ એ જેકલીનને સુરેશ તપોરિયા નામના શખસ મારફતે એસપુએલા નામનો એક મોંઘો ઘોડો, 3 Designer Bag from Gucci, Chanel, 2 Gucci Outfits for Gym Wear, Louis D'AVuitton Shoesની એક જોડી, Gucciની ડિઝાઈનર બેગ, 2 જોડી હીરાની કાનની બાલિયા, બ્રેસલેટ, મલ્ટી કલરના સ્ટોનની સાથે 2 hermes Bracelets પણ ગીફ્ટ કર્યા હતા.
જેકલીનને EDને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશે તેને મિની કૂપર કાર પણ ગિફ્ટ કરી હતી જે તેણે પરત કરી હતી. જેકલીને જણાવ્યું કે સુકેશે પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર અદ્વૈત કલાને 15 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા, સુકેશે પોતે પણ જેકલીનને પ્રાઈવેટ જેટ ટ્રીપ અને હોટલમાં રહેવા માટે ઘણી વખત પૈસા ચૂકવ્યા હતા.
જેકલીનને 7 કરોડની ગીફ્ટ આપવાની વાત કબૂલી
સુકેશ ચંદ્રશેખર એ EDની સામે જેકલીનને બ્રાન્ડેડ ગીફ્ટ અને જ્વેલરી આપવાની વાત કબૂલી છે, જેની કુલ કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે, સુકેશે EDને જણાવ્યું કે તેણે જેકલીનની બહેન જેનીને 1 લાખ 80 હજાર યુએસ ડૉલર અને નવી સફેદ BMW કાર દીપક રામનાની મારફત આપી હતી, દીપક રમનાની મારફતે જ સુકેશે જેકલીનની માતાને બહેરીનમાં મસર્ટી અને પોર્શે કાર આપી હતી. તેની સાથે 50 હજાર યુએસ ડૉલર પણ આપ્યા હતા, જે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સુકેશ એ ગૃહમંત્રી અમિત શાહના નામનો લીધો હતો સહારો
EDએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું કે સુકેશે જેકલીન સુધી પહોંચવા માટે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નામનો સહારો લીધો હતો. જેકલીનના મેક-અપ આર્ટિસ્ટ શાન મુથિલે EDને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2021માં તેને એન્જલ નામની એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે વીડિયો કોલ દ્વારા સુકેશને શેખર તરીકે ઓળખાવ્યો હતો અને તેને જેકલીન સાથે પરિચય કરાવવા માટે કહ્યું હતું. સુકેશને મળવા માંગતી ન હતી પછી તેણીને ગૃહમંત્રી અમિત શાહની ઓફિસમાંથી ફોન આવ્યો, સુકેશને સરકારમાં એક ખાસ વ્યક્તિ કહીને તેનો સંપર્ક કરવા કહ્યું, તપાસમાં EDને ખબર પડી કે તેણે સ્પુફિંગ દ્વારા કોલ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે