'મિશન મંગલ' ઝપાટાબંધ વધશે આગળ કારણ કે...
બોલિવૂડ ખેલાડી અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ છેલ્લા બે અઠવાડિયાથી બોક્સઓફિસ પર છવાયેલી છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ ખેલાડી અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ છેલ્લા બે અઠવાડિયાથી બોક્સઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મની રિલીઝને 14 દિવસ થઈ ગયા છે અને એ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર ઇચ્છે છે કે વધારેને વધારે લોકો આ ફિલ્મ જુએ અને એટલે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.
આ ફિલ્મ જોઈને અનેક પેરેન્ટ્સ અક્ષયકુમારને હૈશટેગ સાથે જણાવી રહ્યા છે કે તેઓ આ ફિલ્મ જોઈને બાળકો સાથે મંગળ ગ્રહ અને સોલર સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છે. આ ફિલ્મ ઇસરોના મંગળ યાન પ્રોજેક્ટ પર આધારિત છે.
ડિરેક્ટર જગન શક્તિની આ ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન (અક્ષયકુમાર) તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે (વિદ્યા બાલન)સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય મુસીબતમાં વધારો કરવા માટે રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. એકા, કૃતિકા, વર્ષા તથા પરમેશ્વર અંગત જીવનમાં ફસાયેલી છે. આ તમામ મુશ્કેલીઓને પાર કરીને આખરે ટીમ મિશન મંગલને ન્યાય આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે