Michael Jackson મૃત્યુના વર્ષો બાદ ફરી કેમ આવ્યાં ચર્ચામાં? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

પોતાના અનોખા અંદાજ અને અવાજથી દુનિયાભરને ડોલાવનારા પોપસિંગિંગ અને બ્રેક ડાન્સિંગના બેતાજ બાદશાહ માઈકલ જેક્સન આજે આપણે વચ્ચે નથી. જોકે, તેમ છતાં માઈકલ જેક્શનનું નામ હાલ ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ પણ જાણવા જેવું છે.

Michael Jackson મૃત્યુના વર્ષો બાદ ફરી કેમ આવ્યાં ચર્ચામાં? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

નવી દિલ્લીઃ ફેમસ સિંગર અને ડાન્સર માઈકલ જેક્સન મોટાભાગે પોતાના ગીતોને લઈને ચર્ચામાં રહ્યા હતા. કલાકાર ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતો આજે પણ દર્શકોનું મનોરંજન કરે છે. આ બધી વાત એટલા માટે થઈ રહી છે કારણકે માઈકલ જેક્સનનાં 3 ગીતને સ્ટ્રીમિંગ સાઈટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. માઈકલના આ ગીતો પર એવો દાવો કરવામાં આવે છે કે તેને કોઈ બીજાએ ગાયા છે.

‘બ્રેકિંગ ન્યૂઝ’, ‘મોન્સ્ટર’ અને ‘કીપ યોર હેડ અપ’ ગીતને વર્ષ 2010માં આલ્બમ ‘માઈકલ’ અંતર્ગત રિલીઝ કરવામાં આવ્યા હતા. આ ગીતો માઈકલના નિધનનાં 1 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યા હતા. ગીત રિલીઝ થયા બાદ કેટલાક ફેન્સે પોતાનો તર્ક રજૂ કરતા કહ્યુ હતુ કે, ‘ગીતને સ્વર અમેરિકી ગાયક જેસન મલાચીએ આપ્યો છે’. જોકે, સોનીએ આ તમામ દાવાથી ઈન્કાર કર્યો છે.

રિપોર્ટ્સ મુજબ જેક્સને વર્ષ 2007માં નિર્માતા એડવર્ડ કૈસિયો અને જેમ્સ પોર્ટેની સાથે મળીને આ ગીતો લખ્યા અને રેકોર્ડ કર્યા હતા. પરંતુ કેટલાક પ્રશંસકો અને જેક્સનનાં પરિવારના લોકોએ જ ગીતો પર શંકા વ્યક્ત કરી અને સોનીને એમ કહેવા માટે ફોર્સ કર્યો કે, તેમને ‘પૂર્ણ વિશ્વાસ’ હતો અને ગીતમાં વોકલ્સ જેક્સનનાં હતા.

નોંધનીય છે કે, 2014માં પ્રશંસક વેરા સેરોવાએ કેલિફોર્નિયામાં સોની, જેક્સનના એસ્ટેટ, કૈસિયો અને પોર્ટેની વિરુદ્ધ ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો અને ફરિયાદ નોંધાવી. જોકે, આ મામલે કોર્ટે વર્ષ 2018માં સોની અને એસ્ટેટનાં પક્ષમાં ચૂકાદો સંભળાવીને ફરિયાદને પાયા વિહોણી કહી હતી. ત્યારબાદ સેરોવાએ કેલિફોર્નિયાની હાઈકોર્ટમાં અપીલ કરી પરંતુ જ્જે આ ફરિયાદ પર પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યુ જેના કારણે વિવાદ આજે પણ દૂર નથી થઈ શક્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news