#Me Too : કંગના બોલી - પત્નીને 'ટ્રોફી'ની જેમ રાખનારા ઋતિક રોશનને સજા મળે
કંગના રણોતે જણાવ્યું કે, ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય છે
Trending Photos
નવી દિલ્હીઃ બોલિવૂડ ક્વીન કંગના રણોતે વિકાસ બહલ બાદ ઋતિક રોશન પર નવો આરોપ લગાવ્યો છે. #Me Too અભિયાન અંગે એક નિવેદનમાં કંગનાએ જણાવ્યું કે, પત્નીઓને 'ટ્રોફી'ની જેમ રાખનારા ઋતિકને સજા મળવી જોઈએ. તેની સાથે કોઈએ કામ ન કરવું જોઈએ.
Zee News સાથે એક્સ્લૂસિવ વાતચીતમાં કંગના રણોતે જણાવ્યું કે, ફિલ્મના નિર્દેશક વિકાસ બહલ સાથે જે કંઈક થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક લોકો છે, જે મહિલાઓ સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી, તેમનું શોષણ કરે છે. તેમને પણ સજા મળવી જોઈએ.
કંગનાએ ઋતિક રોશન પર નિશાન તાકતા જણાવ્યું કે, એવા લોકોને પણ સજા મળવી જોઈએ જે પત્નીઓને એક ટ્રોફીની જેમ રાખે છે. તેમને પોતાની જિંદગીમાં એક સુંદર યુવાન યુવતી જોઈ છે, જેને તેઓ 'મિસ્ટ્રેસ રખાત' બનાવીને રાખે છે.
'મણિકર્ણિકા' ફિલ્મની અભિનેત્રીએ જાતે જ નામ લેતાં જણાવ્યું કે, 'હું ઋતિક રોશનની વાત કરી રહી છું. તેની સાથે કોઈએ પણ કામ ન કરવું જોઈએ.' કંગનાનું માનવું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જાતીય શોષણના કેસમાં આરોપીઓ સામે વધુ કામ કરવાની જરૂર છે.
(કંગનાની આગામી ફિલ્મ મણિકર્ણિકાનું પોસ્ટર)
ઉલ્લેખનીય છે કે, કંગના ટૂંક સમયમાં જ સિલ્વર સ્ક્રીન પર ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'માં મુખ્ય પાત્ર રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં દેખાવાની છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જેને દર્શકોએ ઘણું જ પસંદ કર્યું છે.
ઋતિક-કંગનાની લડાઈનું કારણ
એક ટીવી શો પર કંગનાએ ઋતિક સાથેના સંબંધો અંગે જણાવ્યું હતું કે, એ દિવસો દરમિયાન તેમના વચ્ચે અફેર ચાલતો હતો. તે ઋતિક સાથે લગ્ન કરવા માગતી હતી. બંને વચ્ચે લગ્નની પણ વાતચીત થઈ ગઈ હતી. ત્યાર બાદ ઋતિકે કંગનાને જણાવ્યું કે, એ તેની સાથે લગ્ન કરી શકે એમ નથી કે જાહેરમાં તેની સાથેના પ્રેમનો પણ એકરાર કરી શકે એમ નથી, કેમ કે તે પરિણીત છે અને તેના પરિવારમાં આવું શક્ય બને એમ નથી.
ઋતિકે લગ્નનું વચન આપ્યું હતું
ત્યાર બાદ કંગના સાથે તેણે અંતર જાળવવાનો પણ પ્રયાસ કર્યો. કંગનાના દાવા અનુસાર 'કૃષ-3' ફિલ્મ માટે જ્યારે તેને ઓફર મળી તો તેમાં કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જોકે, 6 મહિના સુધી તેને આ ફિલ્મમાં કામ કરવા માટે મનાવવામાં આવી હતી ત્યાર બાદ અંતમાં તે તૈયાર થઈ હતી. ત્યાર બાદ ઋતિકે પત્ની સાથે છૂટાછેડા લીધા અને પછી કંગનાને લગ્નનું વચન પણ આપ્યું હતું. જોકે પછી તેણે કંગનાને ઓળખવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
'ક્વીન' પહેલા જ બ્રેકઅપ થયો હતો
ટીવી શો દરમિયાન કંગનાએ જણાવ્યું કે, "ફિલ્મ 'ક્વીન' રીલીઝ થવાના પહેલાં ઋતિકે મારી સાથે સંબંધ કાપી નાખ્યો હતો. ક્વીન જ્યારે હીટ થઈ ગઈ તો તે મારા વખાણ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે, મને તારા પર ગર્વ છે, લોકો તારા વખાણ કરે છે એ સાંભળીને સારું લાગે છે. મેં તેને સ્પષ્ટ પુછ્યું હતું કે, તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં. 15 દિવસ પહેલા તો તું મારી સાથે ખરાબ વર્તન કરતો હતો. હવે શું થઈ ગયું છે. આ વાત પર તે નારાજ થઈ ગયો અને બોલ્યો કે, મને સફળતાનો નશો ચડ્યો છે."
કાયદાકીય નોટિસ પણ મોકલી ચુક્યા છે
જોકે, ઋતિક અને કંગના વચ્ચેનો વિવાદ કોઈ નવો નથી. 'કાઈટ્સ' અને 'કૃષ-3'માં સાથે કામ કરી ચુકેલા કંગના અને ઋતિક એક-બીજાને કાયદાકીય નોટિસ પણ મોકલી ચૂક્યા છે. ઋતિક, કંગના સાથેના પ્રેમ સંબંધનો ઈનકાર કરતો આવ્યો છે. આ સમગ્ર વિવાદમાં કંગનાએ જણાવ્યું કે, "એ લોકો મને એક્સપોઝ કરવાનું કહેતા હતા. આજે એક વર્ષ થઈ ગયું છે અને હું હજુ સુધી એ બાબતની રાહ જોઈ રહી છું."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે