Manoj Kumar Birthday: લાલ બહાદુર શાસ્ત્રી પણ હતા મનોજ કુમારના ફેન, જેમના કહેવા પર બનાવી હતી આ ફિલ્મ
Manoj Kumar Birthday: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ભારત કુમારના નામથી જાણીતા મનોજ કુમારનો આજે 24 જુલાઈના તેમના જન્મદિવસ ઉજવણી કરે છે. તેણે ઘણી દેશભક્તિ ફિલ્મો બનાવી છે, જે બાદ લોકો તેમને ભારત કુમારના નામથી બોલાવવા લાગ્યા.
Trending Photos
Manoj Kumar Birthday: બોલીવુડની ફિલ્મોમાં દેશભક્તિની ભાવના જગાવનાર મનોજ કુમાર 85 વર્ષના થયા છે. તેમણે બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે મનોજ કુમાર લાખો લોકોના દિલો પર રાજ કરે છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં દેશભક્તિની ફિલ્મો કરવા માટે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 24 જુલાઈ 1937 માં થયો હતો. તેમનું સાચું નામ હરિકિશન ગિરિ ગોસ્વામી છે. મનોજ કુમારે બાળપણમાં દિલીપ કુમાર સ્ટાર ફિલ્મ શબનમ જોઈ હતી અને આ ફિલ્મ જોયા બાદ તેમણે એક્ટર બનવાનું સપનું જોયું હતું. તેમણે દ્રઢ સંકલ્પની સાથે પોતાનું સપનું પૂર્ણ કર્યું. તેમણે દિલ્હીની પ્રસિદ્ધ હિન્દુ કોલેજમાંથી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અભિનેતા બનવાનું સપનું જોતા મુંબઇમાં પોતાનું ઘર શોધ્યું.
તેમણે મુંબઇ આવીને સિને કરિયરની શરૂઆત કરી અને વર્ષ 1957 માં રીલિઝ થઈ ફિલ્મ ફેશનમાં એક્ટિંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં તેમને ખુબ જ નાનો રોલ મળ્યો હતો. 1965 માં તેમણે ભગત સિંહના જીવન પર આધારિત ફિલ્મ શહીદ કરી હતી અને આ ફિલ્મથી પહેલા મનોજ કુમાર ભગત સિંહની માતાને મળવા ગયા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ તેમણે ઘણી દેશભક્તિવાળી ફિલ્મો કરી જે સુપરહિટ રહી.
મોટાભાગની ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભારત હતું. આ કારણથી લોકો તેમને ભારત કુમાર કહેતા હતા. એટલું જ નહીં મનોજ કુમારના ચાહકોમાં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી પણ હતા. 1965 માં ભારત-પાક યુદ્ધ બાદ, પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને 'જય જવાન, જય કિસાન' પર ફિલ્મ બનાવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ મનોજ કુમારે ફિલ્મ 'ઉપકાર' બનાવી હતી.
આ રીતે છોડી સિગરેટની ખરાબ આદત
મનોજ કુમારના જીવન સાથે એક મોટી વાત જોડાયેલી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં તેમના જીવનથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. મનોજ કુમારે જણાવ્યું હતું કે, તેમને સિગરેટ પીવાની ખરાબ આદત હતી. પરંતુ એક અજાણ છોકરીના કારણે તેમની તે આદત છૂટી ગઈ. તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષ પહેલા હું પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો, સિગરેટનો ત્યારે શોખ હતો, સિગરેટ પિધી... એક યંગ છોકરી આવી અને મને ઠપકો આપ્યો અને કહ્યું, તમે ભારત થઈને સિગરેટ પી રહ્યા છો, આર્ન્ટ યુ અસેમ્ડ? તેની આ વાતે મનોજ કુમારના દિમાગ પર એવી છાપ છોડી કે તેમણે આ ખરાબ આદત છોડવાનો નિર્ણય કર્યો હતો.
મનોજ કુમારની હિટ ફિલ્મો
'હરિયાલી ઓર રાસ્તા' (1962), 'વો કોન થી' (1964), 'શહીદ' (1965), 'હિમાલય કી ગોદ મેં' (1965), 'ગુમનામ' (1965), 'પત્થર કે સનમ' (1967), 'ઉપકાર' (1967), 'પૂરબ ઓર પશ્ચિમ' (1969), 'રોટી કપડા ઓર મકાન' (1974), 'ક્રાંતિ' (1981) જેવી ફિલ્મ હિટ ફિલ્મોમાં સામેલ છે. આજે પણ લોકો આ ફિલ્મને જોવાનું પસંદ કરે છે. તેમને જણાવી દઈએ કે, 'ઉપકાર' ફિલ્મ માટે મનોજ કુમારને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે