'સડક 2' પહેલાં મહેશ ભટ્ટે જાહેર કરી પોતાની મોટી ઇચ્છા ! દીકરી પૂજાએ આપ્યો સાથ

મહેશ ભટ્ટ લાંબા સમય પછી બંને દીકરીઓની ફિલ્મ 'સડક 2'થી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યા છે.

'સડક 2' પહેલાં મહેશ ભટ્ટે જાહેર કરી પોતાની મોટી ઇચ્છા ! દીકરી પૂજાએ આપ્યો સાથ

નવી દિલ્હી : ફિલ્મમેકર મહેશ ભટ્ટ હાલમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. હવે તેઓ બહુ લાંબા સમય પછી ફિલ્મ સડક 2થી ડિરેક્શનમાં પરત ફરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની બંને દીકરીઓ પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે. હવે તેમણે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે દિવ્યાંગ લોકોને વધારેમાં વધારે  તક મળવી જોઈએ. 

નેશનલ એલિમ્બિક  અસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક ચર્ચામાં મહેશ ભટ્ટ દીકરી પુજા સાથે હાજર હતા. તેમણે કોર્પોરેટ હાઉસમાં દેશના દિવ્યાંગ લોકોને તક આપવાની તરફેણ કરી હતી. તેમણે કહ્યું છે કે ''આપણે દિવ્યાંગ લોકોને સમર્થન આપવું જોઈએ અને જો આપણે એવું ન કરી શકીએ તો તેમની સાથે મોટો અન્યાય થશે. જે સમાજ પોતાની પ્રગતિમાં તથાકથિત નબળા લોકોને શામેલ નથી કરતો એ કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે કાબેલ નથી.''

પૂજા ભટ્ટે આ વિશે વાત કરતા કહ્યું કે ''એકવાર મારા પિતાએ મને કહ્યું હતું કે કેટલાક લોકોને સમાજમાંથી બધુંમ જ મળે છે પણ તેઓ એના બદલામાં સમાજને કંઈ નથી આપતા. જોકે અમારો અભિગમ અલગ છે. અમે દરેક ફિલ્મમાં નવી પ્રતિભાને અવસર આપીએ છીએ. આ પછી પણ અમે ઉપકાર કરતા હોઈએ એવો અભિગમ નથી રાખતા. હકીકતમાં શ્રમની ગરિમા મહત્વની છે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news