5 મિલિયન લોકોએ જોયું મહેશ બાબૂની ફિલ્મ ''મહર્ષિ''નું ટીઝર

મહેશ બાબૂની 25મી ફિલ્મ મહર્ષિનું બહુપ્રતિક્ષિત ટીઝર આખરે રિલીઝ થઇ ગયું છે જે પ્રશંસકો વચ્ચે ધૂમ મચાવી રહ્યું છે. સુપરસ્ટારે ટ્વિટર પર ટીઝર શેર કરતાં પોતાના ફેન્સને ઉગાડીની શુભેચ્છાઓ પાઠવી છે. રિલીઝના થોડે મિનિટોમાં આ ટીઝરનો વીડિયો વાયરલ થઇ ગયો જેને એકદમ ઓછા સમયમાં 5 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યો છે.
5 મિલિયન લોકોએ જોયું મહેશ બાબૂની ફિલ્મ ''મહર્ષિ''નું ટીઝર

મુંબઇ: મહેશ બાબૂની 25મી ફિલ્મ મહર્ષિનું બહુપ્રતિક્ષિત ટીઝર આખરે રિલીઝ થઇ ગયું છે જે પ્રશંસકો વચ્ચે ધૂમ મચાવી રહ્યું છે. સુપરસ્ટારે ટ્વિટર પર ટીઝર શેર કરતાં પોતાના ફેન્સને ઉગાડીની શુભેચ્છાઓ પાઠવી છે. રિલીઝના થોડે મિનિટોમાં આ ટીઝરનો વીડિયો વાયરલ થઇ ગયો જેને એકદમ ઓછા સમયમાં 5 મિલિયન વાર જોવામાં આવી ચૂક્યો છે.

— Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2019

ટીઝરમાં મહેશ બાબૂ બે અલગ-અલગ લુકમાં નજર આવી રહ્યા છે. સુપરસ્ટાર ન્યૂયોર્કમાં એક હેલિકોપ્ટરમાંથી ઉતરતી વકહતે ચેકર સૂટમાં જોવા મળી રહ્યા છે, તો ભારતમાં શૂટ કરવામાં આવેલા એક્શન દ્વશ્યોમાં અભિનેતા વધુ કેસુઅલ અવતારમાં જોવા મળી રહ્યા છે. ટીઝર દ્વારા આ વાત બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મહર્ષિ કેટલાક શાનદાર ડાયલોગ અને જાનદાર એક્શન સાથે એક ટેજ-તર્રાર એક્શાન-ડ્રામ ફિલ્મ છે. સુપરસ્ટારે પોતાના ફેન્સ માટે ઉગાડી અને વધુ ખાસ બનાવતાં, પોતાની આગામી ફિલ્મ મહર્ષિનું બહુપ્રતિક્ષિત ટીઝર આ વિશેષ દિવસે જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

તાજેતરમાં જ મહેશ ભારતના તે સિલેક્ટેડ અભિનેતાઓની યાદીમાં સામેલ થઇ ગયા છે જેમને મેડમ તુસાદમાં વેક્સ સ્ટેચ્યૂની પ્રતિમાના રૂપમાં સન્માનિત કરવામાં આવી છે. પ્રતિમાના ઉદઘાટન હૈદ્વાબાદમાં કરવામાં આવ્યું હતું અને પછી તેને સિંગાપુર લઇ જવામાં આવી જ્યાં તેમના ફેન્સ વેક્સ સ્ટેચ્યૂ જોઇ શકશે.

મહેશ બાબૂની આગામી ફિલ્મ મહર્ષિ સાથે દર્શકોને આતુર કરી દીધા છે જે તેમના કેરિયરની 25મી ફિલ્મ છે. ભારત એનન નેનુમાં મુખ્યમંત્રીના રૂપમાં ઉલ્લેખનીય પ્રદર્શન બાદ, તે પોતાની આગામી ફિલ્મમાં એક આકર્ષક કોલેજના છોકરાના પાત્રમાં જોવા મળશે. 

મહેશ બાબૂના ફેનબેસની કોઇ સીમા નથી. રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અભિનેતા સાથે પ્રેમ કરનારાઓની સંખ્યા અગણિત છે. અભિનેતાએ ભારતમાં પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. અભિનેતાની ફિલ્મો ના ફક્ત મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ જેવા મહાનગરોમાં જોવામાં આવે છે, પરંતુ પંજાબમાં પણ અભિનેતાની બોલબાલા છે. મહર્ષિનો પહેલો લુક અને ટીઝર તેમના જન્મદિવસ પર જાહેર કરવામાં આવ્યો હતો જેને સારી પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ હતી, ફિલ્મ એપ્રિલ 2019માં મોટા પડદે રિલીઝ થવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news