ભાજપનો ચૂંટણી ઢંઢેરો : 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લિક પર

લોકસભા ચૂંટણી 2019 માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. ભાજપે તેને 'સંકલ્પ પત્ર'ના નામે બહાર પાડ્યો. ભાજપનો આ સંકલ્પ પત્ર 48 પાનાનો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ભાજપે ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ બહાર પાડ્યા છે. 

ભાજપનો ચૂંટણી ઢંઢેરો : 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લિક પર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. ભાજપે તેને 'સંકલ્પ પત્ર'ના નામે બહાર પાડ્યો. ભાજપનો આ સંકલ્પ પત્ર 48 પાનાનો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ભાજપે ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ બહાર પાડ્યા છે. 

ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ...

સરકાર દ્વારા પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે અનેક લોકહિત કાર્યો થયા છે તેવું સંકલ્પ પત્રમાં જણાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે વર્ષ 2022માં જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે તો અમે તમામ ભારતવાસીઓના જીવનમાં પરિવર્તનનો સંદેશ લાવીશું. પાંચ વર્ષની ઉપલબ્ધિઓના આધારે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ પર અમારી પાર્ટી દેશ માટે નીચેના લક્ષ્યાંકો પૂરા કરવામાં વિશ્વાસ ધરાવે છે. આ 75 મહત્વના પડાવ ભારતને મજબુતી આપશે અને દરેક ભારતીયના જીવનમાં સુખદ પરિવર્તન પણ લાવશે. આથી અમે આ 75 લક્ષ્યાંકો પ્રત્યે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ. આવો જોઈએ આ 75 સંકલ્પ...

ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75 સંકલ્પ...

કૃષિ
1. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક
2. 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો અને રચનામાં સહાયતા
3. ઈ-નામ, ગ્રામ અને વડાપ્રધાન આશા યોજના દ્વારા ન્યૂનતમ સમર્થન મૂલ્યા પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત બજાર તકો
4. વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ તમામ ખેડૂતોને નાણાકીય સહાયતા (6000 રૂપિયા વાર્ષિક) સુનિશ્ચિત કરવાની દિશામાં કાર્ય
5. 60 વર્ષની આયુ ઉપરાંત સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાના અને  સીમાંત ખેડૂતોને પેન્શન યોજના
6. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના હેઠળ તમામ સિંચાઈ પ્રોજેક્ટ્સ પૂરા કરવાની દિશામાં કામ
7. એક લાખ સુધીના ક્રેડિટ કાર્ડ પર જે લોન મળે છે તેના ઉપર 5 વર્ષ સુધીનું વ્યાજ ઝીરો ટકા હશે.
8. પાકનું મૂલ્ય વધારાશે
9. ભૂમિ રેકોર્ડના ડિજિટલાઈઝેશનની દિશામાં કાર્ય
10. દરેક ગામ દરેક ઋતુમાં પાક્કા રસ્તાથી જોડાયેલું રહે તે સુનિશ્ચિત કરવાની દિશામાં કામ
11. નવી મત્સ્ય સંપદા યોજના હેઠળ ભંડારણ ક્ષમતા અને અન્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે સુનિશ્ચિત કરીની વધુમાં વધુ માછીમારોને સહાયતા 
12. વપરાયેલા પાણીનો પુર્ન ઉપયોગ અને તરલ કચરાની 100 ટકા નીકાલની વ્યવસ્થા 

યુવા અને શિક્ષણ

13. તમામ માધ્યમિક શાળાના ઓપરેશન ડિજિટલ  બોર્ડ હેઠળ લાવવાની દિશામાં કાર્ય
14. રિવાઈટલાઈઝિંગ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ ઈન એજ્યુકેશન (RISE) દ્વારા ઉચ્ચ શિક્ષણમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ
15. ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ સંસ્થાનોમાં સીટોની સંખ્યા વધારવાની દિશામાં કામ
16. ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ સંસ્થાનોમાં સીટોની સંખ્યા વધારવાની દિશામાં કાર્ય
17. ઉત્કૃષ્ટ વિધિ સંસ્થાનોમાં સીટોની સંખ્યા વધારવાની દિશામાં કામ
18. પ્રત્યેક બ્લોકમાં ઓછામાં ઓછી એક અટલ ટિંકરિંગ લેબની સ્થાપના
19. નવી ઉદ્યમશીલ ઉત્તરપૂર્વ યોજના હેઠળ પૂર્વોત્તર અંતર્ગત એમએસએમઈ ક્ષેત્રને નાણાકીય સહાયતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન

માળખાગત સુવિધાઓ

20. પ્રત્યેક પરિવાર માટે પાક્કું મકાન
21. વધુમાં વધુ ગરીબ ગ્રામીણ પરિવારો માટે એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન
22. તમામ ઘરોનું 100 ટકા વિદ્યુતીકરણ
23. પ્રત્યેક નાગરિક માટે બેંક ખાતું
24. પ્રત્યેક ઘરમાં શૌચાલય
25. તમામ ઘરો માટે સ્વચ્છ પેય જળની ઉપલબ્ધતા
26. ભારતમાળા પરિયોજનાના પ્રથમ તબક્કાને ઝડપથી પૂર્ણ કરવો
27. રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ બમણી કરવી
28. શહેરો અને ગામોમાં ઓડીએફ+ અને ઓડીએફ++ દરજ્જો પ્રાપ્ત કરવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ 100 ટકા કચરો સંગ્રહ સુનિશ્ચિત કરવો
29. તમામ ગામો અને શહેરોને ઓડીએફ બનાવવા
30. 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક
31. પેટ્રોલમાં 10 ટકા એથોનોલના મિશ્રણનો લક્ષ્ય મેળવવા માટે તમામ પ્રયત્નો
32. પ્રત્યેક ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી જોડવા
33. પ્રમુખ નગરો અને નાના નગરોમાં પાઈપથી રસોઈ ગેસની આપૂર્તિ
34. જળ વ્યવસ્થાના કાર્યોને એક સાથે લાવી, એક નવા જળ મંત્રાલયનું નિર્માણ. જેનાથી જળ મેનેજમેન્ટની સમસ્યાને સર્વાંગી રીતે પહોંચી વળવા તથા પ્રયત્નોનું સારું સમન્વય સુનિશ્ચિત કરવામાં સહાયતા થશે. 
35. વધુ સારા હવાઈ સંપર્ક માટે કાર્યરત એરપોર્ટની સંખ્યા વધારીને 150 કરવાનો લક્ષ્યાંક
36. બંદરોની ક્ષમતાને વધારીને 2500 કરોડ ટન વાર્ષિક કરવાનો લક્ષ્યાંક

રેલવે

37. 2022 સુધીમાં તમામ વ્યવહાર્ય રેલ ટ્રેકને બ્રોડ ગેજમાં ફેરવવાનું સુનિશ્ચિત કરવું
38. 2022 સુધીમાં તમામ રેલ ટ્રેકનું વિદ્યુતિકરણ કરવાના દરેક શક્ય પ્રયત્ન
39. દેશભરમાં સ્માર્ટ રેલવે સ્ટેશનોનું નિર્માણ
40. તમામ પ્રમુખ રેલવે સ્ટેશનો પર વાઈ ફાઈની સુવિધા
41. ડાઈરેક્ટ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ પૂરો કરીશું

સ્વાસ્થ્ય

42. આયુષ્યમાન ભારત હેઠળ 1.5 લાખ સ્વાસ્થ્ય અને વેલનેસ કેન્દ્ર
43. 75 નવા મેડિકલ કોલેજ/પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજોની સ્થાપનાનો આરંભ
44. ગરીબો માટે તેમના દરવાજે જ ગુણવત્તાપૂર્ણ પ્રાથમિક ચિકિત્સા સેવા સુનિશ્ચિત કરવાના  હેતુથી તમામ સ્વાસ્થ્ય અને વેલનેસ કેન્દ્રો પર ટેલીમેડિસિન તથા ડાયગ્નોસ્ટિક લેબોરેટરી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક
45. બાળ પરિચર્યા કેન્દ્રોની સંખ્યા ત્રણ ગણી વધારવાની દિશામાં કામ
46. ક્ષય રોગ (ટીબી)નાં મામલામાં ઘટાડો કરવાનો લક્ષ્યાંક
47. પ્રશિક્ષિત ડોક્ટર અને જનસંખ્યાના ગુણોત્તરને 1:1400 કરવાની દિશામાં કામ 
48. પોષણ અભિયાન હેઠળ કુપોષણના સ્તરને ઘટાડવા અને કુપોષણમાં ઘટાડાના દરને વધારવાનો લક્ષ્યાંક

અર્થ વ્યવસ્થા

49. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેંકિંગમાં ભારતનો રેંક વધુ સારો કરવાનો લક્ષ્યાંક
50. વિનિર્માણ ક્ષેત્ર દ્વારા જીડીપીની ભાગીદારી વધારવાની દિશામાં કામ
51. કુલ નિકાસ બમણી કરવાની દિશામાં કામ
52. રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડની રચના કરાશે અને રિટેઈલ બિઝનેસના વિકાસ માટે નેશનલ રિટેઈલ ટ્રેડિંગ પોલીસી તૈયાર કરાશે
53. સુક્ષ્મ, મધ્યમ અને લઘુ ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો કોમ્પ્લિઅન્સ અને વિવાદ સમાધાન પ્રણાલી તૈયાર કરવાની દિશામાં કામ
54. ટેક્સના ઓછા દર, ઉચ્ચ કર સંગ્રહ અને વધુ અનુપાલન સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન
55. સ્થિર કર પ્રણાલી સુનિશ્ચિત કરવાની દિશામાં કામ
56. કાયદાના પાલન હેતુ પ્રોત્સાહિત કરવા અને વ્યાપાર કરવામાં સુગમતા હેતુ કંપની અધિનિયમમાં સંશોધન કરાશે. જે હેઠળ મામૂલી ટેક્નિકલ અને પ્રક્રિયાગત ચૂક થાય તો તેવામાં દીવાની ગુનાની જોગવાઈ જેથી કરીને કોર્ટમાં કેસ પેન્ડિંગ ન રહે

સુશાસન

57. પ્રત્યેક વ્યક્તિને 5 કિલોમીટરની અંદર બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થાય
58. કોર્ટનું સંપૂર્ણપણે ડિજિટલાઈઝેશન તથા આધુનિકીકરણ
59. ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન
60. સરકારી પ્રક્રિયાઓને સંપૂર્ણ રીતે ડિજિટલ કરાશે
61. સરકારી સેવાઓની ડિજિટલ આપૂર્તિ
62. વાયુ પ્રદૂષણના વર્તમાન સ્તરને ઘટાડવાની દિશામાં કામ
63. વાયુ પ્રદૂષણ ઓછુ કરવા માટે પાક અવશેષો બાળવાની રીતને સંપૂર્ણ રીતે બંધ કરાવવાની દિશામાં કામ
64. ગગનયાન અભિયાનના અંગ તરીકે ભારતીય અંતરીક્ષયાનમાં એક ભારતીયને અંતરીક્ષમાં મોકલીશું

જુઓ LIVE TV

સમાવેશી વિકાસ

65. તમામ બાળકોનું સંપૂર્ણ ટીકાકરણ
66. તમામ સરકારી ઈમારતોને સુગમ બનાવવાનો પ્રયત્ન
67. 6 આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોના નિર્માણનું કાર્ય પૂર્ણ કરીશું
68. પંચતીર્થ સર્કિટનો વિકાસ પૂરો કરવાની દિશામાં કામ
69. નાના દુકાનદારોને વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજનામાં સામેલ કરવા
70. તમામ અસંગઠિત મજૂરો માટે વ્યાપક સામાજિક સુરક્ષા કવરેજ સાથે વીમો, પેન્શન વગેરે સુનિશ્ચિત કરવું

મહિલાઓ

71. મહિલા કાર્યબળ ભાગીદારી દર વધારવાની દિશામાં કામ
72. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવો

સાંસ્કૃતિક ધરોહર

73. 2022 સુધીમાં સ્વચ્છ ગંગાનો લક્ષ્યાંક
74. સ્વદેશ દર્શન, પ્રસાદ અને હ્રદય યોજના હેઠળ તમામ પ્રોજેક્ટ્સના કાર્યને જલદી પૂરા કરાશે
75. તમામ રાષ્ટ્રીય સંગ્રહાલયોના સંગ્રહનું ડિજિટલાઈઝેશન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news