અક્ષય કુમાર સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે રાજકુમાર રાવ, બોક્સ ઓફિસ પર થશે ટક્કર

રાજકુમાર રાવ અને મૌની રૉયની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ કોઇ કારણસર તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' સાથે ટકરાવવવાની હતી.

અક્ષય કુમાર સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે રાજકુમાર રાવ, બોક્સ ઓફિસ પર થશે ટક્કર

નવી દિલ્હી: બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનું સ્ટેટ્સ એટલું જોરદાર છે કે બોક્સ ઓફિસ પર કોઇ તેમની સાથે ટકરાવવાની હિંમત કરતું નથી. હાલમાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'ના ડરથી 'બાહુબલી' પોતાના ફિલ્મ 'સાહો'ની રિલીઝને ટાળી દીધી હતી, પરંતુ હવે રાજકુમાર રાવ બોલીવુડ 'બોલીવુડ ખેલાડી' સાથે મુકાબલો કરવાનો છે.  

જી હાં, રાજકુમાર રાવ અને મૌની રૉયની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ કોઇ કારણસર તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' સાથે ટકરાવવવાની હતી. પરંતુ રિલીઝ ટાળી દીધા બાદ અક્ષય સાથે ક્લેશ થવાના સમાચાર સામે આવ્યા છે. 
Mouni Roy and Rajkumar Rao Wrap the shooting of film 'Made in China', see PHOTOS

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમનું માનીએ તો ફિલ્મ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી પરંતુ પ્રસાભની ફિલ્મ 'સાહો' સાથે ક્લેશ ન થાય તે માટે ફરી એકવાર મેકર્સે પોતાની ફિલ્મની રિલીઝ ડેટને બદલી દીધી છે. 

રિપોર્ટ્સ અનુસાર હવે રાજકુમાર રાવને આ આગામી ફિલ્મ દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર 'થોડા દિવસો પહેલાં મૈડોક ફિલ્મ્સ અને તેમના પાર્ટનર જિયો સ્ટૂડિયોઝ અને ટ્રિપલ એ ફિલ્મ્સ એટલે કે બધા નિર્માતા વચ્ચે એક મીટિંગ થઇ હતી. જેમાં ફિલ્મને દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. 
अक्षय कुमार करने वाले हैं कव्वाली मुकाबला! जानिए किस दमदार एक्टर को देंगे टक्कर

જો આ સમાચાર સાચા છે તો રાજકુમાર રાવ અને અક્ષય કુમાર વચ્ચે બોક્સ ઓફિસ પર ટકરાવ નિશ્વિત છે. કારણ કે આ વર્ષે દિવાળી પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 4 રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news