Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

બોલીવુડની દુનિયામાં મશહૂર એક્ટ્રેસ જૂહી ચાવલાએ ઘણા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. 80-90 દશકમાં જૂહી ચાવલાની ડિમાન્ડ ઘણી વધી ગઈ હતી. જૂહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ હાંસલ કર્યો હતો.

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

નવી દિલ્લીઃ બોલીવુડની દુનિયામાં મશહૂર એક્ટ્રેસ જૂહી ચાવલાએ ઘણા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. 80-90 દશકમાં જૂહી ચાવલાની ડિમાન્ડ ઘણી વધી ગઈ હતી. જૂહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ હાંસલ કર્યો હતો. સાથે જ 1984માં જ તેમને યુનિવર્સ બેસ્ટ કોસ્ટ્યૂમનો પણ એવોર્ડ મેળવ્યો. વર્ષ 1986માં આવેલી ફિલ્મ સલ્તનતથી તેમને પોતાના બોલીવુડ સફરની શરૂઆત કરી હતી. જૂહી ચાવલાની લાઈફ અનેકવાર ચર્ચામાં રહી છે.

No description available.

જૂહીની એક્ટિંગ અને સુંદરતાના સૌકોઈ દિવાના હતા. જૂહી ચાવલાને વર્ષ 1988માં કયામત સે કયામત તક ફિલ્મ મળી અને આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી અને તે બાદ જૂહીને જૂહીને ક્યારેય પાછળ ફરીને ન જોવું પડ્યું. જ્યારે જૂહી ચાવલાનું કરિયર એકદમ ઉંચાઈએ પહોંચી રહ્યું હતું ત્યારે તેમને પોતાનાથી પાંચ વર્ષ મોટા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા.

આ લગ્નના સમાચાર સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી માંડીને સામાન્ય જનતા સુધી સૌ કોઈ ચોંકી ગયા. લાખો લોકોના દિલની ધડકન જૂહી ચાવલાએ અચાનક લગ્ન કરતાં સૌને નવાઈ લાગી. લગ્ન પહેલાં તેમના રિલેશનશીપની કોઈ વાત સામે આવી ન હતી. જો કે, આ લગ્ન બાદ જૂહીને અનેક પ્રકારની વાતો સાંભળવી પડી હતી. ઘણા લોકોએ તેમનો મજાક કર્યો હતો. લોકોએ જૂહીના લગ્ન પર કમેન્ટ્સ કરીને તેમના પતિને બુઢ્ઢા કહી દીધું હતું. એટલું જ નહીં પણ જૂહીને લોકોએ એવું પણ કહ્યું હતું કે તેને પૈસા માટે આ લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે, જૂહી ચાવલા પતિ જય મહેતાની બીજી પત્ની છે. જય મહેતાએ પહેલા લગ્ન સુજાતા બિરલા સાથે કર્યા હતા. સુજાતા બિરલાનું 1990માં બેંગલુરુમાં એક પ્લેન દુર્ઘટના મોત થયું હતું. આ ઘટના બાદ જુહી ચાવલાની માતાએ પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. આ સ્થિતિ તે બંને ખૂબ એકલા થઈ ગયા હતા. અને આ જ પરિસ્થિતિમાં તે બંને એકબીજાનો સહારો બન્યા. જે બાદ જૂહી અને જય વચ્ચે બોન્ડિંગ વધુ મજબૂત થયુ અને બંનેએ સિક્રેટ રીતે 1995માં લગ્ન કર્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news