સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'માસ પ્રમોશન' અંગે સર્વે, જાણો વિદ્યાર્થીઓએ પ્રશ્નોના શું આપ્યા જવાબ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓનો સર્વે (Students Survey) કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'માસ પ્રમોશન' અંગે સર્વે, જાણો વિદ્યાર્થીઓએ પ્રશ્નોના શું આપ્યા જવાબ

ગૌરવ દવે/ રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા માસ પ્રમોશનને લઈને વિદ્યાર્થીઓનો સર્વે (Students Survey) કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ (Students) કહ્યું હતું કે, 'માસ પ્રમોશનમાં (Mass promotion) માર્ક્સ ઓછા આવ્યા હોવાનું દસમા ધોરણના વિદ્યાર્થીઓ માની રહ્યા છે'.

પરીક્ષા (Exam) આવે એટલે એવું જ લાગે કે પરીક્ષા વાલીઓની છે કે બાળકોની! કોરોના પહેલા જ્યારે ધોરણ 10 ની પરીક્ષા આપવાની થતી ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ (Students) અને વાલીઓ પણ ચિંતામાં રહેતાં. ઘરમાં કોઈ એક દસમાં કે બારમાં ધોરણમાં ભણતા હોય એટલે ઘરના બધા તેને ચિંતામાં હોય. ત્યારે થોડા સમય પહેલા જ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ (Result) જાહેર થયું, ત્યારે તેમણે જેટલા પર્સન્ટેજ આવવા જોઈતા હતા ખરેખર તેટલા આવ્યા છે કે કેમ, તેમના વાલીઓને તેમના રિઝલ્ટથી સંતોષ થયો છે કે કેમ, ફરીથી પરિક્ષા આપવાની થાય તો આપવા માંગો છો કે કેમ,  અને તે લોકોને માસ પ્રમોશનથી મળેલ રીઝલ્ટથી સંતોષ છે કે કેમ, તે અંગે મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 522 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના મંતવ્યો પણ જણાવ્યા હતા.

વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલ પ્રશ્ન
1. શું તમે ધોરણ 10ના પરિણામથી સંતુષ્ટ છો?

  • 40 % હા
  • 60 % ના

2. મહેનત કરતા ઓછા માર્ક્સ આવ્યા હોય એવું લાગે છે?

  • 64 % હા
  • 36 % ના

3. માસ પ્રમોશનના કારણે ભવિષ્યમાં તમને કોઈ નુકસાન થશે એવો ભય લાગે છે?

4. તમારો મિત્ર તમારા કરતા ભણવામાં નબળો હોઈ અને એને વધુ માર્ક્સ આવ્યા એવું બન્યું છે?

  • 54.1 % હા
  • 45.9 % ના

5. જે વિષયમાં વધુ માર્ક્સ આવવા જોઈએ એમાં ઓછા આવ્યા એવું બન્યું છે?

  • 57.4 % હા
  • 42.6 % ના

6. ફરીથી પરીક્ષા આપવાની થાય તો તમે આપવા માંગો છો?

7. માસ પ્રમોશનના કારણે તમારા ગમતા ફિલ્ડમાં તમે એડમીશન લઇ શકશો?

  • 62.3 % હા
  • 37.7 % ના

8. માસ પ્રમોસનથી તમારા માતા-પિતાને તમારું જોઈતું પરિણામ મળ્યું હોય એવું લાગે છે?

  • 55 % ના
  • 45 % હા

9. તમારી સ્કૂલમાં તમે પહેલા નંબર પર આવવા માંગતા હતા?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓના મંતવ્યો
કોરાનાને કારણે દરેક વિદ્યાર્થીની જીંદગી પણ મહત્વની છે. સરકાર નિણર્ય લીધો એ યોગ્ય છે. માસ પ્રમોસન આપવું જોઈએ નહિ આમાં હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન રહે છે. તેથી માસ પ્રમોશન કરતાં સરકાર જો ઓફલાઈન એક્ઝામ લે તે ખૂબ જ જરૂરી છે. અને બીજું એ કે, આમા કેમ નક્કી કરવું ક્યાં ફિલ્ડમાં એડમિશન લેવું તે, અને જે સારી સારી સ્કૂલ હોઈ એમા લેવા માંગતા હોય એડમીશન એને પણ ના મળી શકે.

પરીક્ષા વગરનાં પરિણામની કોઈ વેલ્યુ નથી. માસ પ્રમોશનથી ઘણા વિદ્યાર્થીને સંતોષ થયો નથી. મહેનત કરતાં ઓછા માર્ક આવે છે. મારી મહેમત પ્રમાણે 70 ઉપર % આવવા જોઈએ પણ મારે 54% જ આવ્યા છે. અને ભવિષ્યમાં ક્યાંક નોકરી માટે જવાનું થશે ત્યારે પણ એવું સાંભળવું પડશે કે, ધોરણ 10નીપરીક્ષા આપેલ હોઈ એને પહેલો ચાન્સ અમને માસ પ્રમોશન વાળાને અમારી યોગ્યતા હશે તો પણ ચાન્સ કદાચ નહીં મળી શકે.

અત્યારે કોરોના ઘણો ઓછો થઈ ગયો છે,તેથી સરકારે પરીક્ષા માટે વિચારવું જોઈએ. મારો મિત્ર ભણવામાં સાવ નબળો છત્તા એને વધુ માર્ક્સ આવ્યા છે. તેથી  માસ પ્રમોશનના રિઝલ્ટથી મને સંતોષ નથી. મારી જેમ ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેને માસ પ્રમોશનથી સંતોષ નહીં હોય પણ એ કહી નથી શકતા. ઓનલાઈન ભણ્યા એટલે ખાસ કંઈ સમજ પડી ન હતી તેથી માસ પ્રોમોશન મળ્યું એ સારું થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news