Lata Mangeshkar થયા કોરોના પોઝિટિવ, ICU માં દાખલ
બોલીવુડના જાણીતા સિંગર લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
મુંબઈ: સુર સામ્રાજ્ઞી અને ભારત રત્ન 92 વર્ષના લતા મંગેશકર પણ કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ તેમને હળવા સંક્રમણના લક્ષણો હોવા છતાં ઘરની નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લતા મંગેશકરના ભત્રીજીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે પ્રશંસકોને અપીલ કરી છે કે દીદી માટે તેઓ પ્રાર્થના કરે.
આઈસીયુમાં દાખલ
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રચનાએ લતા મંગેશકરના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતા જણાવ્યું કે તેઓ હાલ ઠીક છે. તેમની ઉંમરને જોતા સાવધાની વર્તવામાં આવી રહી છે અને તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે. કૃપા કરીને અમારી પ્રાઈવસીનું સન્માન કરો અને દીદી માટે પ્રાર્થના કરો.
આ અગાઉ નવેમ્બર 2019માં પણ લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે વખતે તેમને છાતીમાં વાયરલ સંક્રમણ થયું હતું. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેઓ સાજા થયા બાદ ઘરે પાછા ફર્યા હતા.
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
(file photo) pic.twitter.com/8DR3P0qbIR
— ANI (@ANI) January 11, 2022
મુંબઈની સ્થિતિમાં સામાન્ય સુધારો
મુંબઈના કોરોના બુલેટિનની વાત કરીએ તો બે દિવસ બાદ એટલે કે ગઈ કાલે સોમવારે કેસમાં થોડો ઘટાડો થયો. છેલ્લા 72 કલાકમાં બોલીવુડના અનેક સેલેબ્રિટીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આવામાં ગાયિકા લતા મંગેશકરના કોરોના સંક્રમિત થવાના ખબર સામે આવ્યા બાદ તેમના ફેન્સ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે