બંગાળી અભિનેતા Soumitra Chatterjee નું નિધન, લાંબા સમયથી હતા બિમાર

જાણિતા બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું લાંબી બિમારીના લીધે નિધન થયું છે. 85 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમણે કલકત્તાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી રહેલા ડોક્ટર્સની ટીમે આ જાણકારી આપી હતી. સૌમિત્ર ચેટર્જીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
બંગાળી અભિનેતા Soumitra Chatterjee નું નિધન, લાંબા સમયથી હતા બિમાર

નવી દિલ્હી: જાણિતા બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું લાંબી બિમારીના લીધે નિધન થયું છે. 85 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમણે કલકત્તાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌમિત્ર ચેટર્જીની સારવાર કરી રહેલા ડોક્ટર્સની ટીમે આ જાણકારી આપી હતી. સૌમિત્ર ચેટર્જીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

લાઇટ સપોર્ટ સિસ્ટમ પર હતા સૌમિત્ર
સૌમિત્ર લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. લાંબા સમયથી ડોક્ટર્સને કોઇ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો ન હતો. તેમની સારવાર કરી રહેલા ડોક્ટર્સનું કહેવું હતું કે ખૂબ પ્રયત્નો છતાં તેમનું ફિજિયોલોજિકલ સિસ્ટલ રિસ્પોન્ડ કરી રહ્યું ન હતું. 

હાલતમાં થઇ રહ્યો ન હતો સુધારો 
ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાના લીધે તેમની નવર્સ સિસ્ટમ નિષ્ક્રિય થઇ ગઇ હતી. એવામાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા. તેમની સારવારમાં સ્ટેરોઇડ, ઇમ્યુનોગ્લોબુલિન, કાર્ડિયોલોર્જી, એન્ટી વાયરલ, થેરેપી ઇન્યૂનોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ન્યૂરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી અને ક્રિટિકલ કેર મેડિસિનના વિશેષજ્ઞોની એક ટીમે ગત 40 દિવસોમાં સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યો હતો. 
  
કોવિડ પોઝિટિવ થયા હતા સૌમિત્ર
સત્યજીત રોયની ફિલ્મ 'અપુર સંસાર' સાથે સૌમિત્ર કરી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમની રિપોર્ટ તો કોરોના રિપોર્ટ તો કોરોના નેગેટિવ આવ્યો હતો, પરંતુ બીજી ઘણી પરેશાનીઓ ઉભી થઇ હતી, જેના લીધે આજે તેમનું નિધન થઇ ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news