Lata Mangeshkar: લતાજી વિશે તમે બધુ જાણતા હશો તો પણ તમને નહીં ખબર હોય આ વાત!
Lata Mangeshkar Death Anniversary: સૌથી પહેલા જણાવીએ તો.. 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતાજીનું નામ હેમા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પિતાએ એક નાટક જોયું હતું જેમાં તેઓ લતિકાના ચરિત્રથી પ્રભાવિત થયા હતા અને હેમાનું નામ લતા રાખ્યું હતું.
Trending Photos
Lata Mangeshkar Death Anniversary: મેરી આવાજ હી પહેચાન હૈ... આ ગીતના શબ્દો કાને પડતા સીધું જ લત્તા મંગેશકરજીનું નામ યાદ આવી જાય. કોકિલ કંઠ ધરાવતા લતાજીએ સ્વરની દુનિયામાં પોતાની અલગ દુનિયા ઉભી કરી હતી. તેમની પ્રશંસા શબ્દોમાં કંડારી શકાય તેવી નથી. આજે 6 ફેબ્રુઆરી એટલે કે, લતા મંગેશકરની પુણ્યતિથિ છે. લાંબી બિમારી બાદ તેઓએ 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમની ડેથ એનિવર્સરી પર આજે એવી કેટલીક વાતો જણાવીશું જેની કોઇને ભાગ્યે જ ખબર હશે.
સૌથી પહેલા જણાવીએ તો.. 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતાજીનું નામ હેમા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પિતાએ એક નાટક જોયું હતું જેમાં તેઓ લતિકાના ચરિત્રથી પ્રભાવિત થયા હતા અને હેમાનું નામ લતા રાખ્યું હતું. વર્ષ 1942માં લતા મંગેશકરે પહેલું ગીત ગાયું હતું. પરંતુ તે પહેલા તેઓને ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યા હતા. તે સમયમાં નૂરજહા અને શમશાદ બેગમની તુલનામાં તેઓને અવાજ સારો માનવામાં નહતો આવતો.
શરૂઆતી દિવસોમાં લતા દીદી તેમની આવકમાંથી થોડી કમાણી બેંકમાં બચત કરતા હતા. પરંતુ એક દિવસ અચાનક બેંકનું દિવાળું ફૂંકાય જતા તેઓના લગભગ 14 હજાર રૂપિયા ડૂબી ગયા હતા.તે સમયે તેમની પાસે ભાડાના પૈસા પણ ન હતા. હવે વાત કરીએ તેમના પસંદીદા ગીતની, તો... સાવન કા મહિના પવન કરે શોર. મુકેશજી સાથે ગાયેલું આ ડ્યુએટ સોંગ લતા દીદીનું ફેવરીટ છે...
લતા દીદી ઇન્ટરવ્યૂ આપવાથી ડરતા હતા. કારણ કે, તેઓ અંગેજી ભાષા માટે સહજ ન હતા. જવાબ આપવા માટે તેઓ મોટાભાગે મરાઠી ભાષા જ પસંદ કરતા હતા. અજીબ દાસ્તા હૈ યે... મેરા દીલ યે પુકારે આજા... યે કહા આ ગયે હમ.... આજ ફીર જીને કી તમન્ના હૈ... જેવા અગણિત ગીતો આજે પણ લોકોને હોઠ પર ગુંજતા રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે