કુમાર સાનુએ Zee મ્યુઝિક સાથે મળીને બનાવ્યું 'લહરાઓ તિરંગા પ્યારા', VIDEO વાઇરલ

કુમાર સાનુનું પણ માનવું છે કે દેશ સર્વોપરી છે અને આ અખંડ ભારતમાં સ્વતંત્રતા દિવસનો મતલબ સાવ અલગ છે.

કુમાર સાનુએ Zee મ્યુઝિક સાથે મળીને બનાવ્યું 'લહરાઓ તિરંગા પ્યારા', VIDEO વાઇરલ

મુંબઈ : દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે મેલોડી કિંગ કુમાર સાનુએ ઝી મ્યુઝિક સાથે મળીને તિરંગાને સલામ કરતું એક ગીત તૈયાર કર્યું છે. કુમાર સાનુનું પણ માનવું છે કે દેશ સર્વોપરી છે અને આ અખંડ ભારતમાં સ્વતંત્રતા દિવસનો મતલબ સાવ અલગ છે. દેશને આઝાદી દાયકાઓ પહેલાં મળી ગઈ છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે. 

તિરંગા પ્રત્યે સન્માનની ભાવના દરેક દેશપ્રેમીના દિલમાં છે. આ મામલે કુમાર સાનુ કહે છે કે જ્યારે તિરંગો નજર સામે હોય છે ત્યારે તેમનું મસ્તક નમી જાય છે. આ કારણે જ તેઓએ 15 ઓગસ્ટે આ ગીત દેશવાસીઓને સમર્પિત કરવાનું પસંદ કર્યું છે. 

કુમાર સાનુ આ ગીતથી દેશના જવાનોને સલામ કરે છે. આ સિવાય કુમાર સાનુ બોર્ડર પર જઈને કાર્યક્રમ કરવાની ઇચ્છા પણ દર્શાવી ચૂક્યા છે. હાલમાં આખા દેશ પર દેશભક્તિનો રંગ ચડ્યો છે ત્યારે બોલિવૂડ પણ એમાંથી બાકાત નથી. આ કારણે જ કુમાર સાનુ પણ દેશભક્તિ સાથે દેશને સલામ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news