કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ઉડી જશે હોશ, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર

Krushna Abhishek Net Worth: કૃષ્ણા અભિષેક જોરદાર કોમેડિયન છે. લોકોને તેની કોમેડી ખૂબ જ ગમે છે. એક શો દરમિયાન કૃષ્ણા અને કપિલ એકબીજાના હરીફ હતા પરંતુ આજે બંને સાથે કામ કરે છે. ક્રિષ્નાએ ઈન્ડસ્ટ્રીમાં નામનાની સાથે જ ઘણી કમાણી પણ કરી છે.

કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ઉડી જશે હોશ, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર

Krushna Abhishek Net Worth: કૃષ્ણા અભિષેક ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. કૃષ્ણાએ ઘણા ટીવી શો અને ફિલ્મો કરી છે. હાલ તે 'ધ કપિલ શર્મા શો'માં સપના તરીકે જોવા મળે છે. કપિલ શર્મા શોમાં તે અલગ અલગ કલાકારોની મીમીક્રી પણ કરે છે. સપના તરીકે તેના પાત્રને દર્શકો પણ ખૂબ પસંદ કરે છે. કૃષ્ણાએ થોડા દિવસો પહેલા ધ કપિલ શર્મા શો છોડી દીધો હતો પરંતુ હવે તે શોમાં પાછો ફરી ચુક્યો છે.

આ પણ વાંચો:

કૃષ્ણા અભિષેક જોરદાર કોમેડિયન છે. લોકોને તેની કોમેડી ખૂબ જ ગમે છે. એક શો દરમિયાન કૃષ્ણા અને કપિલ એકબીજાના હરીફ હતા પરંતુ આજે બંને સાથે કામ કરે છે. ક્રિષ્નાએ ઈન્ડસ્ટ્રીમાં નામનાની સાથે જ ઘણી કમાણી પણ કરી છે. કમાણીની બાબતમાં કૃષ્ણા કપિલ શર્માને પણ ટક્કર મારે તેમ છે. 
 
કૃષ્ણા અભિષેક ધ કપિલ શર્મા શોના દરેક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલે કે એક અઠવાડીયાનો તેનો પગાર 20 થી 24 લાખ અને મહિને તેને શો માટે 36 લાખ રૂપિયા મળે છે. તેની નેટવર્થ 40 કરોડ આસપાસ છે. આ સિવાય કૃષ્ણા ઘણા એવોર્ડ શો અને ઈવેન્ટ્સ પણ હોસ્ટ કરે છે જેના કારણે પણ તે ઘણી કમાણી કરે છે.

કૃષ્ણા અભિષેકને પ્રખ્યાતી અને ઓળખ 'કોમેડી સર્કસ'થી મળી હતી. તેણે આ શોની ત્રણ સીઝનમાં કામ કર્યું હતું. આ શોમાં તેની સાથે ભારતી સિંહ કપિલ શર્મા પણ કામ કરી ચુક્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news