Koffee With Karanમાં કપિલ શર્માને કરણ જોહરે એવું તો શું પૂછ્યું કે, કોમેડિયનની થઈ ગઈ બોલતી બંધ

કરણ જોહર સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો શેર કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરણ કપિલ શર્માને એવો પર્સનલ સવાલ પૂછે છે કે કપિલની બોલતી બંધ થઈ જાય છે.

Koffee With Karanમાં કપિલ શર્માને કરણ જોહરે એવું તો શું પૂછ્યું કે, કોમેડિયનની થઈ ગઈ બોલતી બંધ

Koffee With Karan 7: ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર કરણ જોહરનો શો કૉફી વીથ કરણ 7 જુલાઈના રોજ લૉન્ચ થશે. આ શોને લઈને લાંબા સમયથી વાતો થઈ રહી છે. ચર્ચાઓ થઈ રહી છે..લોકો રાહ જોઈ રહ્યાં છે કે આ વખતે ગેસ્ટમાં કોણ આવાનું છે. દર વખતની જેમ આ વખતે પણ ફેન્સ પોતાના ફેવરિટ સેલેબના કેટલાક ના સાંભળ્યા હોય તેવા કિસ્સા જાણવા માટે રાહ જોઈ રહ્યાં છે. કરણ જોહર સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો શેર કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરણ કપિલ શર્માને એવો પર્સનલ સવાલ પૂછે છે કે કપિલની બોલતી બંધ થઈ જાય છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

 

આ વાત વર્ષ 2017ના એપિસોડની છે. કરણ જોહરના શોમાં કૉમેડિયન અને એક્ટર કપિલ શર્મા આવ્યા હતા. શરૂઆતમાં કરણે કપિલને નોર્મલ સવાલ પુછ્યા. પછી કરણ પર્સનલ સવાલ પર ઉતરી આવ્યા.

કરણે પુછ્યા પર્સનલ સવાલ:
કરણે કપિલ શર્માને કઈક આવા પર્સનલ સવાલ પુછ્યા. કરણે જણાવ્યું કે સામાન્ય રીતે મહેમાનો વ્યક્તિગત સવાલ પુછુ છું. પરંતુ કોઈ પણ વ્યક્તિ આપના જીવન વીશે વધારે નથી જાણતા. અમને માત્ર એટલુ ખબર છે આપ લોકોને હસાવો છો. અને મોટા સેલેબ્સને શો પ્રત્યે આકર્ષિત કરો છો. તમારા રૉમેન્ટિક જીવનમાં શું ચાલી રહ્યું છે.

દીપિકા પાદુકોણ પર ક્રશ:
કપિલે જણાવ્યું કે તેમને દર વર્ષે પ્રેમ થાય છે. હાલમાં જ મને દીપિકા પાદુકોણ પર ક્રશ હતું. કરણે કહ્યું કે આ એક સેલેબ્રિટી ક્રશ છે. પણ ખુબ મહત્વપૂર્ણ સવાલ પુછ્યો છે, શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? આ વાત પર કપિલે કહ્યું હાં ગર્લફ્રેન્ડ હોય છે. કરણે પુછ્યુ પછી તમે કેમ શર્માઈ રહ્યાં છો. કપિલે કહ્યું કે હું આ ટોપિક પર વાત કરવાથી બચી રહ્યો છું.

કરણ માન્યા નહીં અને પુછ્યુ કે પછી આપ સેક્સ માટે શું કરો છો? કરણના આ સવાલ પર કપિલ શર્મા કેટલાક વખત માટે ચુપ થઈ જાય છે. કરણ કહે છે કે આની જરૂર છે. કપિલ મોઢુ ખોલે છે અને બંધ કરે છે. ચારેય બાજુ જુએ છે. અને લાંબા સમય માટે ચુપ થઈ જાય છે. આ જ છે ફિલ્મમેકરનો શો કૉફી વીથ કરણ. જોઈએ આ વખતે શું નવુ આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news