Jiah Khan Case: જાણો જિયા ખાને આત્મહત્યા કરી તેની એક કલાક પહેલા શું થયું હતું ?

Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસની સુનાવણી 28મી એપ્રિલે એટલે આજે થઈ રહી છે.  10 વર્ષ પહેલા જિયાએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જિયા ખાનની આત્મહત્યા આજે પણ એક રહસ્ય છે. પરંતુ આજે તમને જણાવીએ કે તેણે આ અંતિમ પગલું ભર્યું તેની એક કલાક પહેલા શું થયું હતું.

 Jiah Khan Case: જાણો જિયા ખાને આત્મહત્યા કરી તેની એક કલાક પહેલા શું થયું હતું ?

Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ ચુકાદો સંભળાવી દીધો છે.. આ કેસમાં અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આજથી 10 વર્ષ પહેલા આ ઘટના બની હતી જેમાં જિયાએ 3 જૂન 2013ના રોજ ડિપ્રેશન અને સૂરજ સાથેના પ્રેમમાં વિશ્વાસઘાતના કારણે આત્મહત્યા કરી લીધી હતી.  

સૂરજ પંચોલીનો મેસેજ  

જિયા ખાન અને સૂરજ પંચોલી એકબીજા સાથે રિલેશનમાં હતા. પરંતુ પછી અચાનક તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. જિયાના મૃત્યુના એક કલાક પહેલા સૂરજે તેને મેસેજ કર્યો હતો જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એક રિપોર્ટ અનુસાર સૂરજે જિયાને 10 મેસેજ મોકલ્યા હતા. જેમાં તેની ભાષા ખૂબ જ અભદ્ર હતી.

આ પણ વાંચો:

જિયા ખાને સૂરજને કર્યા ફોન 

સીબીઆઈની ચાર્જશીટ મુજબ, જિયા ખાને આત્મહત્યા પહેલા સૂરજ પંચોલીને ઘણા ફોન અને મેસેજ પણ કર્યા હતા, જેનો સૂરજે જવાબ પણ આપ્યો ન હતો. જ્યારે સૂરજે જિયાના મેસેજ અને ફોન કોલ્સનો જવાબ ન આપ્યો ત્યારે જિયા સૂરજના ઘરે પહોંચી. જો કે, ઘરકામ કરનારે તેને કહ્યું કે તે તેના પિતા સાથે મીટિંગમાં છે. આ પછી પણ જીયા થોડીવાર સૂરજના ઘરની બહાર ઉભી રહી અને પછી ગુસ્સામાં ઘરે જતી રહી.

સૂરજ પંચોલીનો ફોન

જ્યારે સૂરજ પંચોલીએ જિયા ખાનને ફોન કર્યો તો તેણે જવાબ ન આપ્યો. આ પછી સૂરજે તેણીને અભદ્ર ભાષામાં મેસેજ મોકલ્યા હતા. જેના એક કલાક બાદ જિયાએ ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં જિયાના ઘરેથી સૂરજના નામની એક નોટ પણ મળી આવી હોવાનું બહાર આવ્યું છે.

તે મને તકલીફ સિવાય કંઈ ન આપ્યું: જિયા ખાન

જિયા ખાને પોતાની સુસાઈડ નોટમાં લખ્યું- તે મને તકલીફ સિવાય કંઈ આપ્યું નથી. મેં તો ફક્ત તને જ પ્રેમ કર્યો છે. એવા દિવસો હતા જ્યારે હું તારી સાથે જીવનને આગળ વધતા જોતી હતી. મને આશા હતી કે આપણે સાથે જીવન વિતાવીશું, પરંતુ આ સપનું ચકનાચૂર થઈ ગયું. આ સંબંધમાં મેં મારું સર્વસ્વ તમને આપી દીધું. મારા પર સૂરજની અસર એવી હતી કે હું મારી જાતને ભૂલી ગઈ. પરંતુ તે મને ત્રાસ આપતો રહ્યો.

સૂરજ પંચોલીની ધરપકડ 

પોલીસને જિયા ખાનના ઘરેથી સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. 21 જૂન, 2013ના રોજ સૂરજની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી તેને 1 જુલાઈ, 2013 ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.  2 જુલાઈએ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે સૂરજ જિયાના આત્મહત્યા કેસમાં આરોપી નથી.

સીબીઆઈ તપાસ 

જિયા ખાનની માતા રાબિયા ખાને ઓક્ટોબર 2013માં હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા બાદ CBI તપાસની માંગણી કરી હતી. આ પછી આ કેસ પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો 15 મે 2015ના રોજ સીબીઆઈએ પંચોલી હાઉસ પર દરોડા પાડ્યા હતા અને સૂરજની પૂછપરછ પણ કરી હતી. ત્યારબાદ 9 ડિસેમ્બર 2015ના રોજ સીબીઆઈએ સૂરજ પંચોલી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં તેના પર જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. 1 ઓગસ્ટ 2016ના અહેવાલમાં સત્તાવાર રીતે હત્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જિયાએ આત્મહત્યા કરી છે.

બોમ્બે હાઈકોર્ટમાં અરજી

ઓક્ટોબર 2017 માં સૂરજ પંચોલીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેને જિયા ખાન કેસને ઝડપી બનાવવા વિનંતી કરી હતી, જો કે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ તેની તપાસ આગળ વધારી હતી. જાન્યુઆરી 2018 માં કોર્ટે સૂરજને જિયા કેસમાં આરોપી ગણાવ્યો હતો. જો કે, સૂરજે તેના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે નિર્દોષ છે. હવે CBI કોર્ટે પણ આ મામલે સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news