અમદાવાદ છે કે બિહાર? લુંટના ઇરાદે આવેલા શખ્સોએ ઠક્કરનગર બાનમાં લીધું, ફાયરિંગથી ફફડાટ

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન ધારક સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ પૈસાની માંગણી કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે દુકાન માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ૩૫ હજાર જેટલી રોકડ રકમની ફરાર થઈ ગયા હતા. 
અમદાવાદ છે કે બિહાર? લુંટના ઇરાદે આવેલા શખ્સોએ ઠક્કરનગર બાનમાં લીધું, ફાયરિંગથી ફફડાટ

મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન ધારક સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ પૈસાની માંગણી કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે દુકાન માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ૩૫ હજાર જેટલી રોકડ રકમની ફરાર થઈ ગયા હતા. 

ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ છે. મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનારા શખ્સો લૂંટારૂઓ હતા. હિન્દી ભાષામાં વાતચીત કરતા હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત તેમની પાસે પલ્સર બાઈક હોવાનું પણ સામે આવ્યું છે. બે લુંટારૂ નિકોલ તરફના રોડથી ફરાર થયા હોવાનું ખુલ્લુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત બાદ અમદાવાદમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. 31મી તારીખે રાત્રે રામ વિસ્તારમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરીને પૈસાની લેતી દેતીમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઠક્કરનગરમાં જ અગાઉ ફાયરિંગનો એક કેસ નોંધાયો હતો. જેના કારણે કૃષ્ણનગર પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્યાં પી.આઇની પણ વારંવાર બદલીઓ થતી રહે છે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news