KBC 13: આ તારીખથી શરૂ થશે કોન બનેગા કરોડપતિનું રજીસ્ટ્રેશન, અમિતાભ બચ્ચને કરી જાહેરાત

મુશ્કેલ સમયમાં ફિલ્મ, ફેવરેટ સીરિયલ્સ અને ઓટીટી સિરીઝે પણ લોકોના મુશ્કેલ સમયને થોડો હળવો બનાવ્યો છે. તેવામાં સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની 2021 એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે. 

KBC 13: આ તારીખથી શરૂ થશે કોન બનેગા કરોડપતિનું રજીસ્ટ્રેશન, અમિતાભ બચ્ચને કરી જાહેરાત

નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic) મુશ્કેલ સમયમાં જો જીવ સલામત રહે તો પણ ખુદને માનસિક તણાવથી દૂર રાખવા એક મોટો પડકાર છે. ડોક્ટર અને મનોવૈજ્ઞાનિક મહામારીના સમયમાં ઉભા થયેલા તણાવને દૂર કરવા માટે યોગ અને વ્યાયામ કરવા, ધ્યાન એટલે કે મેડિટેશન કરવા અને મનપસંદ પુસ્તક કે મનોરંજન દ્વારા સમય પસાર કરવાની સલાહ આપે છે. 

ટીવી ચેનલો પર એકવાર ફરી રામાયણ જેવા ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થી છે. તો આ દરમિયાન દેશમાં કરોડો લોકોના મનપસંદ કાર્યક્રમ કોન બનેગા કરોડપતિ (KBC 13) ના રજીસ્ટ્રેશન તારીખની જાહેરાત થઈ ગઈ છે. 

મુશ્કેલ સમયમાં ફિલ્મ, ફેવરેટ સીરિયલ્સ અને ઓટીટી સિરીઝે પણ લોકોના મુશ્કેલ સમયને થોડો હળવો બનાવ્યો છે. તેવામાં સોની ટીવીના બમ્પર ટીઆરપી શો કેબીસીની 2021 એડિશનનો પ્રોમો લોન્ચ થયો છે. 

આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન  (Amitabh Bachchan) તે કહી રહ્યાં છે કે ક્યારેય વિચાર્યુ છે કે તમારા અને તમારા સપના વચ્ચે અંતર કેટલુ છે? માત્ર ત્રણ અક્ષરોનું. પ્રયાસ. તો તમારૂ સપનું સાકાર કરવા માટે ઉઠાવો ફોન અને થઈ જાવ તૈયાર કારણ કે 10 મેથી શરૂ થઈ રહ્યું છે કેબીજી રજીસ્ટ્રેશન. હોટ સીટ અને બું રાહ જોઈ રહ્યો છું તમારી. તો તમે પણ તૈયાર થઈ જાવ.

સોની ચેનલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી કેબીસીની 13મી સીઝનની જાણકારી આપી છે. 

તમને પણ મળી શકે છે તક
જો તમે કેબીસીમાં ભાગ લેવા ઈચ્છો છો તો રજીસ્ટ્રેશનની જાહેરાત થઈ ગઈ છે. શોને એકવાર ફરી અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. 

ફોન અને એપથી કરો રજીસ્ટ્રેશન
કેબીસીની આ સીઝનમાં ભાગ લેવા માટે દર વખતની જેમ તમારે પોતાના ફોન પર કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. આ સવાલ રજીસ્ટ્રેશન દરમિયાન પૂછવામાં આવશે. સાચો જવાબ આવનારને શોના પ્રોડક્શન હાઉસની ટીમ કોન્ટેક્ટ કરશે. તો રજીસ્ટ્રેશન Sonyliv App થી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news