ભાગ લેવો છે KBCમાં? આ રહ્યો રસ્તો
ટીવી પર આવતો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ(KBC) તેની 11મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે
Trending Photos
મુંબઈ : ટીવી પર આવતા સિમાચિન્હ જેવા શો કૌન બનેગા કરોડપતિ(KBC) તેની 11મી સીઝન સાથે ફરી આવી રહ્યો છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. લોકો આ શોમાં ભાગ લેવાની સાથેસાથે શોમાં હાજરી આપવા પણ તલપાપડ હોય છે કારણ કે એમાં અમિતાભને મળવાની તક મળતી હોય છે. હવે આ શોની લેટેસ્ટ સિઝનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ શો માટે રજિસ્ટ્રેશન આજે એટલે કે 1 મેના રોજ રાત્રે 9 વાગ્યાથી શરુ ગઈ છે. ટીવી પર સમગ્ર સપ્તાહ દરમિયાન કેટલાક સવાલ દર્શાવાશે જેના જવાબ આપવા પડશે.
કેબીસીની હોટ સીટ પર બેસવા માગતા દર્શકો Sonylivની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત IVR અથવા SMS દ્વારા પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશન પૂર્ણ થયાની જાણકારી ઈમેઇલ અથવા એસએમએસ દ્વારા મોકલી દેવામાં આવે છે. જે બાદ કેબીસીની ટીમ ભાગ લેનારા લોકોને શોર્ટ લિસ્ટ કરશે. જે માટે અલગ અલગ શહેરોમાં ઓડિશન લેવામાં આવશે. ભાગ લેવા માગતા લોકોનો વીડિયો ટેસ્ટ પણ કરવામાં આવશે.
T 3089 - आदर आदाब अभिनंदन आभार ! मैं अमिताभ बच्चन प्रस्तुत करने जा रहा हूँ , इस वर्ष २०१९ का नया अभियान ... कौन बनेगा करोड़पति ... KBC !!🙏🙏❤️❤️🤗🤗🌹🌹
बहुत जल्द आपके घरों में !! pic.twitter.com/mzeLj36Wfh
— Amitabh Bachchan (@SrBachchan) February 13, 2019
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને થોડા દિવસો પહેલા જ કેબીસી 11ની સીઝન અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અમિતાભે હિંદીમાં ટ્વિટ કરી કહ્યું હતું- ‘આદર, આદાબ અભિનંદન આભાર! હું અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, આ વર્ષ 2019નું નવું અભિયાન… કૌન બનેગા કરોડપતિ… ટૂંક સમયમાં જ તમારા ઘરોમાં’.
'કેબીસી'નો સમય નવ વાગે હોવાથી હાલમાં નવ વાગે 'પટિયાલા બેબ્સ' સિરિયલ આવે છે, તેને નવો ટાઈમ આપવામાં આવશે. આ સિવાય 9.30 વાગે પ્રસારિત થતો શો 'લેડિઝ સ્પેશ્યિલ' ઓફ-એર થશે.
શું હતો પહેલો સવાલ?
ક્યાં સંસ્કૃત શબ્દનો અર્થ થાય છે 'welcome'?
A. નચિકેતા
B. અભિનંદન
C. નરેન્દ્ર
D. મહેન્દ્ર
આમાંથી સાચો જવાબ 509093 પર KBC(Space)જવાબ(A,B,C or D)(Space)ઉંમર(Space)જેન્ડર(M કે F કે O) પર 2 મેના દિવસે રાતના 9 વાગ્યા પહેલાં મોકલી દેવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે