Karishma Kapoor વેચી રહી છે પોતાનું ઘર, કિંમત સાંભળીને ઉડી જશે હોશ

બોલીવુડની ટોપ એક્ટ્રેસેસમાં સામેલ કરિશ્મા કપૂર તેનો ફ્લેટ વેચી રહી છે. તેના માટે તેણે તેના ફ્લેટને ઓનલાઇન પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કર્યું છે.

Karishma Kapoor વેચી રહી છે પોતાનું ઘર, કિંમત સાંભળીને ઉડી જશે હોશ

મુંબઇ: બોલીવુડની ટોપ એક્ટ્રેસેસમાં સામેલ કરિશ્મા કપૂર તેનો ફ્લેટ વેચી રહી છે. તેના માટે તેણે તેના ફ્લેટને ઓનલાઇન પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કર્યું છે. ફ્લેટ વેચવાના સમાચાર મોટા નથી, પરંતુ આ ફ્લેટની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

રોઝ ક્વીન એપાર્ટમેન્ટમાં છે કરિશ્માનો ફ્લેટ
કરિશ્મા કપૂરે પોતાનું ઘર વેચવા માટે જૈપકી વેબસાઇટ પર લિસ્ટિંગ કર્યું છે. ગત વર્ષ 24 ડિસેમ્બરથી ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. તેની કિંમત રૂપિયા 10.11 કરોડ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટ 1611 ચોરસ ફૂટ વિસ્તારમાં છે. આ મકાન ગયા વર્ષે જ ખરીદ્યું હતું.

લાંબા સમયથી ગાયબ છે કરિશ્મા
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘરને કરિશ્માએ 2020માં ખરીદ્યું હતું, પરંતુ હવે તે આ વેચી રહી છે. કરિશ્મા કપૂર લાંબા સમયથી બોલીવુડના કોઈ પ્રોજેક્ટનો ભાગ રહી નથી.

દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સાથે કર્યા લગ્ન
કરિશ્મા કપૂરે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન 13 વર્ષ પછી તૂટી ગયા હતા. કરિશ્મા કપૂરને બે બાળકો છે.

બે દાયકા સુધી કર્યું બોલિવૂડ પર શાસન
કરિશ્મા કપૂર 1990ના દાયકામાં પહેલીવાર સ્ક્રીન પર દેખાઈ હતી. તે ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. જોકે, તે ડેન્જરસ ઇશ્કમાં ચાર પાત્રો ભજવીને 2012માં જોરદાર પુનરાગમનના માર્ગ પર હતી, તેમ છતાં ફિલ્મ ફ્લોપ થતા તેની વાપસીની રહા મુશ્કેલ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news