તૈમુર ક્યારે કરશે ફિલ્મોમાં એન્ટ્રી ? Kareena Kapoor Khanએ કરી રાખ્યું છે બધું જ સેટિંગ 

કરીના કપૂર ખાને 17 વર્ષની વયે પોતાની કરિયરની શરૂઆત કરી હતી

તૈમુર ક્યારે કરશે ફિલ્મોમાં એન્ટ્રી ? Kareena Kapoor Khanએ કરી રાખ્યું છે બધું જ સેટિંગ 

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના કાર્યની સાથેસાથે દીકરા તૈમુર અલી ખાનને કારણે ચર્ચામાં રહે છે. કરીનાનો દીકરો તૈમુર ભલે ઉંમરમાં બહુ નાનો છે પણ એના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. તૈમુરે હજી ભણવાનું પણ શરૂ નથી કર્યું ત્યાં તો લોકોએ તે ફિલ્મોમાં ક્યારેય આવશે એની ચર્ચા શરૂ કરી દીધી છે. 

તૈમુરની ફિલ્મી કરિયર વિશે હાલમાં કરીનાએ સ્પષ્ટતા કરી છે. કરીનાએ 17 વર્ષની વયે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તૈમુર મામલે કરીનાએ અલગ જ પ્લાન કર્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પસાર કર્યા પછી કરીનાને લાગે છે કે તેણે પોતાની કરિયર થોડી મોડી શરૂ કરવાની જરૂર હતી. દીકરા તૈમુરની ફિલ્મ કરિયર વિશે કરીનાએ કહ્યું છે કે તે પોતાના દીકરાને હંમેશા એવી સલાહ અને દિશા આપશે કે તે પહેલાં પોતાનો અભ્યાસ પુરો કરી લે. 

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન હવે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news