Diljit Dosanjh પર નિકાળ્યો Kangana Ranautએ ગુસ્સો, કહ્યું- 'કરણ જોહરના પાલતૂ'
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ખેડૂત વિરોધમાં એક ઉંમરલાયક મહિલા પર પોતાના નિવેદન પર ફરીથી વિવાદ ઉભો કર્યો છે. બિંદાસ બોલવા માટે જાણિતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ટ્વીટ કર્યું હતું,
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ખેડૂત વિરોધમાં એક ઉંમરલાયક મહિલા પર પોતાના નિવેદન પર ફરીથી વિવાદ ઉભો કર્યો છે. બિંદાસ બોલવા માટે જાણિતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ટ્વીટ કર્યું હતું, જેમાં ખોટી રીતે સિખ મહિલાની ઓળખ શાહીન બાગ વિરોધની બિલકિસ બાનો ઉર્દે મશહૂર દાદીના રૂપમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોએ તેમના ખોટા ટ્વીટ માટે મેણા માર્યા જેમાં સિંગર દિલજીત દોસાંજ (Diljit Dosanjh)પણ સામેલ છે. પરંતુ કંગનાએ હવે દિલજીત દોસાંજને કરાર જવાબ આપ્યો છે.
પંજાબી અને બોલીવુડના જાણિતા સિંગર દિલજીત દોસાંજ (Diljit Dosanjh)એ સિખ મહિલા (મહિંદર કૌર)નો એક વીડિયો શેર કરતાં પંજાબી ભાષામાં ટ્વીટ કર્યું, 'આદરણીય મહિંદર કૌરજી, હવે અવાજ સાંભળી લીધો ન પ્રૂફની સાથે #કંગનાટીમ, બંદા ઇતના પન અંધા નહી હોના ચાહીએ...@કંગના ટીમ તે કંઇપણ કહે છે.
Respected MAHINDER KAUR JI 🙏🏾
Ah Sunn La Ni With Proof @KanganaTeam
Banda Ena V Ni Anna Hona Chaida..
Kush v Boli Turi jandi aa .. pic.twitter.com/Ie1jNGJ0J1
— DILJIT DOSANJH (@diljitdosanjh) December 2, 2020
તેનો જવાબ આપતાં કંગના રનૌતએ લખ્યું 'ઓ કરણ જૌહરના પાલતૂ, જે દાદી શાહીન બાગમાં પોતાની નાગરિકતા માટે વિરોધ કરી રહી હતી, તો જ બિલકિસ બાનો દાદીજી ખેડૂતો સાથે પણ વિરોધ કરે છે. મહિંદર કૌરજીને તો મ્હું પણ જાણુ છું, શું નાટક ચાલવી રાખ્યું છે તમે લોકોએ? તેને બંધ કરો.'
Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1
— Kangana Ranaut (@KanganaTeam) December 3, 2020
આ દરમિયાન પંજાબના જીરકપુરના એક વકીલે અભિનેત્રીને એક નોટીસ મોકલી, જેમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સંબંધિત પોતાના હવે ડિલીટ કરવામાં આવ્યા ટ્વીટને લઇને માફી માંગવાની માંગ કરી, સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં વકીલે કંગના પર કેસ દાખલ કર્યો. પોતાના ટ્વીટમાં, કંગનાએ કથિત રીતે બિલકિસ દાદીના રૂપમાં વિરોધ પ્રદર્શનોમાં એક ઉંમરલાયક મહિલાને ખોટી ગણાવી હતી, જે ગત વર્ષે દિલ્હીના શાહીન બાગ વિરોધી પ્રદર્શનોમાં એક પ્રમુખ ચહેરો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે