Kalki 2898 AD On OTT: ફટાફટ જાણી લો, પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ?
Kalki 2898 AD On OTT: મલ્ટી સ્ટારર ફિલ્મ કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન અને દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકાઓમાં છે. જે લોકો સિનેમા ઘરમાં આ ફિલ્મ જોવા જઈ શકે તેમ નથી તેઓ આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઈ રહ્યા છે. અને રિલીઝ ડેટ સર્ચ કરી રહ્યા છે.
Trending Photos
Kalki 2898 AD On OTT: નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી મલ્ટી સ્ટારર ફિલ્મ કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હસન અને દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકાઓમાં છે. આ ફિલ્મની ટિકિટો જોરદાર રીતે હજુ પણ વેચાઈ રહી છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી રહી છે. જોકે જે લોકો સિનેમા ઘરમાં આ ફિલ્મ જોવા જઈ શકે તેમ નથી તેઓ આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઈ રહ્યા છે. અને રિલીઝ ડેટ સર્ચ કરી રહ્યા છે.
જો તમે પણ કલ્કિ 2898 એડી ફિલ્મ થિયેટરમાં જોઈ શકો તેમ નથી તો તમારા માટે ગુડ ન્યુઝ છે. ખાસ કરીને જો તમે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની મેમ્બરશીપ ધરાવવો છો તો તમે ખુશ થઈ જાવ. કારણ કે કલ્કિ 2898 એડી ફિલ્મના ઓટીટી રાઈટ ભાષા અનુસાર આ બે પ્લેટફોર્મમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે.
કયા ઓટીટી પ્લેટફોર્મ પર થશે કલ્કિ 2898 એડી?
600 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા માટે જો તમે પણ આતુર હોય તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ બંને પર રિલીઝ કરવામાં આવશે. આ અંગે મળતી જાણકારી અનુસાર એમેઝોન પર દર્શકો આ ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં જોઈ શકશે. જ્યારે હિન્દી અને અંગ્રેજી વર્ઝન માટે આ ફિલ્મના રાઈટ્સ નેટફિક્સે ખરીદ્યા છે. એટલે કે હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે.
ઓટીટી પર ક્યારેય રિલીઝ થશે કલ્કિ 2898 એડી ?
આ અંગે મળતી જાણકારી અનુસાર ફિલ્મ મેકર્સનું પ્લાનિંગ છે કે ફિલ્મ જુલાઈ મહિનાના અંતે ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ધુંઆધાર કમાણી કરી રહી છે. તેથી શક્ય છે કે ફિલ્મ મેકર્સ પોતાનો વિચાર બદલી પણ દે. કલ્કિ 2898 એડી ફિલ્મ જુલાઈ મહિનાના અંત સુધી પણ થિયેટર્સમાં સારી કમાણી કરશે તો ઓટીટી રીલીઝ પોસપોન પણ થઈ શકે છે.
જોકે ઓટીટી રિલીઝ અંગે વાત એવી પણ સામે આવી છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ તરફથી જ ફિલ્મ મેકર્સને સુજાવ આપવામાં આવ્યો છે કે આ ફિલ્મને સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ કરવામાં આવે. અનુમાન છે કે આ ફિલ્મનું સ્ટ્રીમિંગ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં નેટફ્લિક્સ અને એમેઝોન પર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે