'જય મમ્મી દી'માં જોવા મળશે 'પ્યાર કા પંચનામા 2' ફેમ સની અને સોનાલીની જોડી, પોસ્ટર થયું રિલીઝ

સની સિંહ અને સોનાલી સહગલ અભિનીત 'જય મમ્મી દી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ પોતાના નામની માફક એક રસપ્રદ ફિલ્મ લાગી રહી છે. 

'જય મમ્મી દી'માં જોવા મળશે 'પ્યાર કા પંચનામા 2' ફેમ સની અને સોનાલીની જોડી, પોસ્ટર થયું રિલીઝ

નવી દિલ્હી: સની સિંહ અને સોનાલી સહગલ અભિનીત 'જય મમ્મી દી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ પોતાના નામની માફક એક રસપ્રદ ફિલ્મ લાગી રહી છે. 

પોસ્ટરમાં સની અને સોનાલી બંને લગ્નના વસ્ત્રોમાં સજીધજીને તૈયાર થયેલા જોવા મળે છે જેમને તેમની માતાઓ એકબીજાથી અલગ કરતાં જુદી-જુદી દિશામાં ખેંચી રહી છે. પોસ્ટરથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે આ પારિવારિક કોમેડી કહાની હાસ્યથી ભરપૂર હશે. 

— Sunny Singh (@mesunnysingh) December 11, 2019

આ પહેલાં આ બંનેની જોડી ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2'માં એક સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી ચૂક્યા છે અને તેમની જોડી દર્શકોને ખૂબ ગમી હતી. ત્યારબાદ સની અને સોનાલી હવે વધુ એક રસપ્રદ ડ્રામા સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યા છે જેમાં તેમને નિર્માતા લવ રંજ સાથે ફરીથી કામ કરવાની તક મળી છે. 

''જય મમ્મી દી'' નવજોત ગુલાટી દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ 17 જાન્યુઆરી 2020માં રિલીઝ થવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news