સાયન્સનો સ્વીકારઃ સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા
'Golden Ratio of Beauty Phi Standards' ક્લાસિક ગ્રીક ગણતરી અનુસાર સુંદરતાની વ્યાખ્યા કરે છે. જેમાં ચહેરાના અનુપાતનું માપ ધોરણો દ્વારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગ્રીક સ્કોલર્સે આ માપદંડને સુંદરતાને વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અનુસાર વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરતા સમયે અમલમાં મુક્યો હતો.
Trending Photos
લોસ એન્જેલસઃ સુપર મોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર, સ્વરૂપવાન મહિલા છે. આવું અમે નહીં પરંતુ ગ્રીક ગણીતશાસ્ત્ર કહે છે.
goss.ie. ના રિપોર્ટ અનુસાર 'Golden Ratio of Beauty Phi Standards' અનુસાર દુનિયાની સૌથી સુંદર મહિલા નક્કી કરતા વૈજ્ઞાનિકોએ વિક્ટોરિયા સિક્રેટ મોડલના ચહેરાને પસંદ કર્યો છે, જે આ માપદંડ અનુસાર સૌથી શ્રેષ્ઠ બેસે છે.
'Golden Ratio of Beauty Phi Standards' ક્લાસિક ગ્રીક ગણતરી અનુસાર સુંદરતાની વ્યાખ્યા કરે છે. જેમાં ચહેરાના અનુપાતનું માપ ધોરણો દ્વારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગ્રીક સ્કોલર્સે આ માપદંડને સુંદરતાને વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અનુસાર વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરતા સમયે અમલમાં મુક્યો હતો.
'Golden Ratio of Beauty Phi Standards'ના માપદંડ અનુસાર, 23 વર્ષની બેલા હદીદના ચહેરાનું માપ 94.35 ટકા માપદંડ મુજબ મળતું આવે છે. આ જ માપદંડ અનુસાર પોપ દીવા બિયોન્સેને બીજું સ્થાન અપાયું છે. તેના ચહેરાનું માપ 92.44 ટકા માપદંડ અનુસાર છે.
અભિનેત્રી અંબર હર્ડ 91.85 ટકા માપ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડે 91.81 ટકા સાથે ચોથા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, આ માપ લંડનની પ્રતિષ્ઠિત હાર્લે સ્ટ્રીટના એક લોકપ્રિય ફેશિયલ કોસ્મેટિક સર્જન ડોક્ટર જુલિયન ડી. સિલ્વાએ લીધું છે.
ડેઈલી મેલે ડોક્ટર જુલિયનના હવાલાથી લખ્યું છે કે, "બેલા હદીદ પોતાના ચહેરાના પરફેક્ટ માપના કારણે સ્પષ્ટ વિજેતા છે. તેને સૌથી વધુ 99.7 ટકા પોઈન્ટ ચિન માટે મળ્યા છે. આ હિસામે પરફેક્ટ શેપથી તેનો ચહેરો માત્ર 0.3 ટકા ઓછો છે."
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે