ઇશાનને મળી ગોળના ગાડા જેવી ઓફર જેના માટે તરસે છે બોલિવૂડના ટોચના સ્ટાર્સ

શાહિદ કપૂરના ભાઈ ઇશાનના ખાતામાં ધડક જેવી સુપરહિટ ફિલ્મ છે

ઇશાનને મળી ગોળના ગાડા જેવી ઓફર જેના માટે તરસે છે બોલિવૂડના ટોચના સ્ટાર્સ

નવી દિલ્હી : બોલિવૂડમાં 'ધડક'થી સફળતાનો સ્વાદ ચાખી ગયેલા શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટરને એક મોટી ઓફર મળી હોવાની ચર્ચા છે. આ ઓફર મટે બોલિવૂડના ટોચના સ્ટાર્સ પણ તરસતા હોય છે. સમાચાર પ્રમાણે ઇશાનને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો છે. 

વેબસાઇટ Pinkvilla.comએ આપેલી માહિતી પ્રમાણે સંજય લીલા ભણસાલી ફિલ્મ ધડકમાં ઇશાનની એક્ટિંગથી પ્રભાવિત થયા છે અને એટલે જ તેણે ઇશાનને પોતાના આગામી પ્રોજેક્ટ માટે સાઇન કરવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ પ્રમાણે તેમણે ઇશાનને ફિલ્મની ઓફર પણ કરી દીધી છે. જોકે આ ફિલ્મની સત્તાવાર જાહેરા હજી બાકી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મનું હજી ગ્રાઉન્ડ વર્ક ચાલી રહ્યું છે અને બહુ જલ્દી આ વાતની જાહેરાત કરી દેવામાં આવશે. 

નોંધનીય છે કે ઇશાનને ધડક પહેલાં વર્લ્ડ ફેમસ ઇરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદીની ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'માં પણ કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની વૈશ્વિક સ્તરે વખાણવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news