ઈશા અંબાણીને સાસરીયા તરફથી મળી 452 કરોડની ગિફ્ટ

ઈશા અંબાણીના સાસુ-સસરાએ તેને લગ્ન પહેલા જ 452 કરોડનું ઘર ગિફ્ટ કર્યું છે. 
 

ઈશા અંબાણીને સાસરીયા તરફથી મળી 452 કરોડની ગિફ્ટ

નવી દિલ્હીઃ ઈશા અંબાણી આજે, 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે લગ્ન કરી રહી છે. આ પહેલા ઉદયપુરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડથી લઈને હોલીવુડના સેલેબ્રિટીએ ભાગ લીધો હતો. ઈશા અંબાણીના સાસુ-સસરાએ તેને લગ્ન પહેલા જ 452 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. 50 હજાર સ્કવેર ફૂટવાળા વર્લી સમુદ્ર કિનારા પર સ્થિત આ પાંચ માળના મકાનને પૂરુ કરવા માટે 1500 મજૂરોએ દિવસ-રાત એક કરી દીધા હતા. ઘરની અંદર સફેડ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ માળની આ ઇમારતમાં ત્રણ બેઝમેન્ટ છે જેમાં બે બેઝમેન્ટમાં પાર્કિંગ અને સર્વિસ ફેસેલિટી રાખવામાં આવી છે. 

પિરામલ ગ્રુપે વર્ષ 2012મા ખરીદ્યુ
આમ તો ઈશા અંબાણીનું મેટરનલ એટલે કે મુકેશ અંબાણીનું એન્ટીલિયા હાઉસ દેશ જ નહીં દુનિયામાં ચર્ચિત છે. પરંતુ તેની નવી હવેલી પણ શાનદાર છે. પહેલા આ બંગલાનો માલિકી હક પિરામલ ગ્રુપની જગ્યાએ હિન્દુસ્તાન યૂનિલીવરની પાસે હતો. જેને પિરામલ ગ્રુપે વર્ષ 2012મા 452 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. આનંદ પિરામલના પિતા તરફથી આ પુત્રને લગ્નની ભેટ માનવામાં આવી રહી છે. આનંદ અને ઈશા લગ્ન બાદ વર્લી સી ફેસ સ્થિત આ 5 માળની ઇમારતમાં શિફ્ટ થઈ જશે. 

Isha Ambani

19 સપ્ટેમ્બરે બીએમસી પાસેથી મળ્યું સર્ટિફિકેટ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે માટે તેણે 19 સપ્ટેમ્બરે બીએમસી પાસેથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લીધું છે. તમને જણાવી દઈએ કે અજય પિરામલ દુનિયાભરમાં આશરે 10 અબજ ડોલરનો ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ, આઈટી અને ગ્લાસ પેકિંગ સાથે જોડાયેલો કારોબાર કરે છે. બંગલાના ગ્રાઉન્ડમાં ફ્લોરમાં એક એંટ્રેસ લોબી છે અને ઉપરના માળમાં લિવિંગ અને ડાઇનિંગ હોલ, ટ્રિપલ હાઇટ મલ્ટીપર્પઝ રૂમ, બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news