રિલીઝ પહેલાં જ આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં થઇ સામેલ, બનાવ્યો નવો રેકોર્ડ

સુપરસ્ટાર મોહનલાલની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'ઓડિયાન' શુક્રવારે રિલીઝ માટે તૈયાર છે. તેના નિર્દેશકે જણાવ્યું હતું કે આ પહેલી એવી મલયાલમ ફિલ્મ છે, જે રિલીઝ પહેલાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. જાહેરાત ફિલ્મ નિર્માતા વી.એ.શ્રીકુમાર મેનન જે 'ઓડિયાન' સાથે ફીચર ફિલ્મકાર તરીકે આગાઝ કરી રહ્યા છે, તેમણે આ વિશે મંગળવારે ફેસબુક પેજ લખ્યું 
રિલીઝ પહેલાં જ આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં થઇ સામેલ, બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી: સુપરસ્ટાર મોહનલાલની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'ઓડિયાન' શુક્રવારે રિલીઝ માટે તૈયાર છે. તેના નિર્દેશકે જણાવ્યું હતું કે આ પહેલી એવી મલયાલમ ફિલ્મ છે, જે રિલીઝ પહેલાં જ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. જાહેરાત ફિલ્મ નિર્માતા વી.એ.શ્રીકુમાર મેનન જે 'ઓડિયાન' સાથે ફીચર ફિલ્મકાર તરીકે આગાઝ કરી રહ્યા છે, તેમણે આ વિશે મંગળવારે ફેસબુક પેજ લખ્યું 

તેમણે લખ્યું કે અમારી 'ઓડિયાન' રાઇટ્સ અને વર્લ્ડવાઇડ પ્રી-બુકિંગ સાથે રિલીઝ પહેલાં 100 કરોડ ક્લબમાં પહોંચનારી પહેલી મલયાલમ ફિલ્મ બની ગઇ છે. તમારા બધાનું સમર્થન, પ્રોત્સાહન અને શુભેચ્છાઓ આપવા માટે ધન્યવાદ. 

— shrikumar menon (@VA_Shrikumar) December 11, 2018

ફિલ્મમાં મોહનલાલ ત્રણ અલગ-અલગ અવતારમાં જોવા મળશે. ફિલ્મની કહાની બ્લેક મેજીકના ઉપયોગ આસપાસ ફરે છે. તેમાં પ્રકાશ રાજ અને મંજૂ વારિયર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news