આ આતંકવાદીની કહાણી પર આધારિત છે 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'! ડાયરેક્ટરે કર્યો ઇશારો

બોલીવુડ ફિલ્મ 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'! એક આતંકવાદી સાથે સંબંધિત 'સત્ય ઘટના' પર આધારિત છે. ફિલ્મના નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ ગુરૂવારે આ જાણકારી આપી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આતંકવાદી ગ્રુપ ઇન્ડીયન મુજાહિદ્દીનની સાથે સંસ્થાપક યાસીન ભટકલની કહાની પર આધારિત છે. ગુપ્તાએ ગુરૂવારે ફિલ્મના ટ્રેલર રિલીઝના અવસર પર એ પણ જણાવ્યું ન હતું કે શાના પર આધારિત છે. 
આ આતંકવાદીની કહાણી પર આધારિત છે 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'! ડાયરેક્ટરે કર્યો ઇશારો

નવી દિલ્હી: બોલીવુડ ફિલ્મ 'ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડ'! એક આતંકવાદી સાથે સંબંધિત 'સત્ય ઘટના' પર આધારિત છે. ફિલ્મના નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ ગુરૂવારે આ જાણકારી આપી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આતંકવાદી ગ્રુપ ઇન્ડીયન મુજાહિદ્દીનની સાથે સંસ્થાપક યાસીન ભટકલની કહાની પર આધારિત છે. ગુપ્તાએ ગુરૂવારે ફિલ્મના ટ્રેલર રિલીઝના અવસર પર એ પણ જણાવ્યું ન હતું કે શાના પર આધારિત છે. 

નિર્દેશકે કહ્યું કે ''હું કહેવા માંગુ છું કે આ એક સત્ય ઘટના પર આધારિત છે. કોણ આતંકવાદી છે, કહાની શાના પર આધારિત છે. તમે નિર્ણય કરી શકો છો, જ્યારે તમે ફિલ્મ જોવા થિયેટર જશો. ફિલ્મ 24 મેના રોજ રિલીઝ થશે.

તેમણે કહ્યું કે 'હું બસ એ કહેવા માંગુ છું કે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે અને આ ભારતીય ગુપ્તચર વિભાગ માટે એક ઐતિહાસિક ઘટના છે, જ્યાં એક આતંકવાદીને ગોળી ચલાવ્યા વિના પકડવામાં આવે છે. પરંતુ તમારે વિસ્તૃત જાણકારી માટે ફિલ્મ  જવું પડશે. જુઓ ટ્રેલર... 

ભટકલ એક સમ્યે દિલ્હી પોલીસની યાદીમાં 15 વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ હતો. તેને ઓગસ્ટ 2013માં બિહાર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સંયુક્ત અભિયાનમાં ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અર્જૂન કપૂર ભજવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news